Gold Rate Today: ગૂડ ન્યૂઝ! વળી પાછો સોનાના ભાવમાં થયો ઘટાડો, પણ ચાંદીએ રોવડાવ્યા, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી સોનું ચડતું જોવા મળતું હતું પરંતુ આજે પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Trending Photos
Gold Rate Today: સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી સોનું ચડતું જોવા મળતું હતું પરંતુ આજે પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે એમસીએક્સ પર સોનાના ભાવ ઘટેલા જોવા મળ્યા હતા પરંતુ શરાફા બજારમાં વધેલા જોવા મળ્યા હતા. જો કે સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 145 રૂપિયાની તેજી સાથે 72336 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. પરંતુ સાંજ પડતા જ તેમાં 45 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 72291 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે સવારે 1711 રૂપિયાની તેજી સાથે 92522 રૂપિયાના સ્તરે જોવા મળી હતી અને સાંજ પડતા તો આ તેજીમાં વધારો જોવા મળ્યો અને વધુ 598 રૂપિયાનો વધારો થયો અને ચાંદીનો ક્લોઝિંગ રેટ 93120 રૂપિયા પર પહોંચી ગયો.
સોનાનો ભાવ
એમસીએક્સ પર આજે સવારે ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડ ફ્યૂચર 54 રૂપિયા ગગડીને 71,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. ગત સત્રમાં તે 72,009 રૂપિયા પર બંધ થયો હતો. જો કે ચાંદી 62 રૂપિયાની તેજી સાથે 94,670 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી જે સોમવારે 94,608 રૂપિયા પર બંધ થઈ હતી.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે