Gold Rate Today: આજે તો સોનાનો ભાવ જાણી મોતીયા મરી જશે! ઉછળીને કેટલે પહોંચ્યો ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટ
Latest Gold Price: કોમોડિટી બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. બુલિયન્સના ભાવોમાં સોમમવારે મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. ખાસ કરીને ચાંદી તૂટતી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું વધારા સાથે જોવા મળ્યું જ્યારે ચાંદી ઘટાડા સાથે જોવા મળી.
Trending Photos
કોમોડિટી બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. બુલિયન્સના ભાવોમાં સોમમવારે મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. ખાસ કરીને ચાંદી તૂટતી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું વધારા સાથે જોવા મળ્યું જ્યારે ચાંદી ઘટાડા સાથે જોવા મળી. બીજી બાજુ શરાફા બજારમાં પણ કઈક એ જ રીતેનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ખાસ ચેક કરો સોના અને ચાંદીનો ભાવ.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર સોનું આજે 43 રૂપિયા ચડીને 76,662 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર જોવા મળ્યું. જે ગત શુક્રવારે 76,619 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું. આ દરમિયાન ચાંદી 321 રૂપિયાના કડાકા સાથે 92,127 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી જે શુક્રવારે 92,448 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 93 રૂપિયાના વધારા સાથે 76,280 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જે શુક્રવારે 76,187 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 420 રૂપિયાના ઘટાડા સાથે 90,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી જે શુક્રવારે 90,820 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/5Fs0hM1S45
— IBJA (@IBJA1919) December 9, 2024
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/dmRkZ92Tcj
— IBJA (@IBJA1919) December 9, 2024
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે