નવા વર્ષે સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, અત્યાર સુધી આટલું થયું નથી મોંઘુ

જાન્યુઆરીની શરૂઆતથી જ સોનાના ભાવ (Gold Price) ઉંચકાઇ રહ્યા છે. ગત ચાર દિવસોમાં સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે MCX પર સોનું રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયું છે. MCX પર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 39,920 રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે.

નવા વર્ષે સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, અત્યાર સુધી આટલું થયું નથી મોંઘુ

નવી દિલ્હી: જાન્યુઆરીની શરૂઆતથી જ સોનાના ભાવ (Gold Price) ઉંચકાઇ રહ્યા છે. ગત ચાર દિવસોમાં સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. શુક્રવારે MCX પર સોનું રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયું છે. MCX પર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 39,920 રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. અત્યાર સુધી 10 ગ્રામ સોનાની કિંમત આટલી વધી નથી. જાણકારોનું કહેવું છે કે ડોલર (Dollar)ના મુકાબલે રૂપિયો તૂટવાથી સોનાની કિંમતોમાં ઉછાળો રહેશે. ખાડી દેશોમાંન તણાવ વધવાથી કિંમતોમાં ઉછાળો તેનું બીજું મુખ્ય કારણ છે. 
 
ફક્ત આજે જ 600 રૂપિયા છળ્યું સોનું
2020ના પહેલાં દિવસથી જ સોનાના ભાવ (Gold Price)માં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે સોનામાં 600 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર ન્યૂયોર્કમાં સોનું 1,540 ડોલર પ્રતિ ઔંસની ઉપર રહ્યો છે. 

ચાંદીના ભાવમાં પણ વધારો
આ જ પ્રકારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 47,750 રૂપિયા થઇ ગયો છે. MCX પર એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 700 રૂપિયા વધી ગયો છે. આ પહેલાં એક જાન્યુઆરીના રોજ ચાંદી 590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘુ થઇ હતી. ગુરૂવારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 21 રૂપિયા વધ્યો. એક્સિસ સિક્યોરિટીના અનુસાર આગામી દિવસોમાં સોનું અને ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news