3 મહિનામાં જોરદાર થશે Gold નું વેચાણ, 85000 પર પહોંચશે ચાંદી! સોનું બનાવશે રેકોર્ડ
Gold-Silver Price: ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલર્સ ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ સૈયમ મેહરા કહે છે કે લગ્નના બજેટનો 15 થી 20 ખર્ચ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પર ખર્ચ થાય છે. એવામાં કોરોના ટાઇમથી સોના-ચાંદીની ડીમાન્ડમાં 10 થી 12 ટકાનો ઉછાળો આવવાની આશા છે.
Trending Photos
Gold-Silver Price Today: દેશમાં લગ્નની સિઝન આવી ગઇ છે. ગત બે વર્ષોમાં કોવિડ 19 મહામારીના કારણે લગ્ન ઓછા થયા હતા. પરંતુ આ વખતે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી 2023 સુધી રેકોર્ડ તોડ લગ્ન થશે. એક રિપોર્ટ અનુસાર આ સાડા ત્રણ મહિનામાં દેશમાં 32 લાખ લગ્ન થવાના છે. તેની સીધી અસર બજારમાં જોવા મળી. સોના ચાંદીની જ્વેલરી સહિત ઇલેક્ટ્રિક આઇટમ અને કપડાંનું રેકોર્ડ બ્રેક વેચાણ થશે.
ધનતેરસના અવસર પર સોનાનું રેકોર્ડબ્રેક વેચાણ
લગ્નની સિઝનમાં પહેલાં જ ઇલેક્ટ્રોનિક આઇટમ, કપડાં, જરૂરી વસ્તુઓ અને આભૂષણોના વેચાણમાં જોરદાર તેજી જોવા મળી. તેની સીધી અસર ગત થોડા દિવસો પહેલાં ધનતેરસના અવસર પર જોવા મળી અને આ દિવસે 25 હજાર કરોડનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું. ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલર્સ ડોમેસ્તિક કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ સૈયમ મેહરા કહે છે કે લગ્નનું 15 થી 20 ટકા બજેટ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પર ખર્ચ થાય છે. એવામાં કોરોના ટાઇમથી સોના ચાંદીની ડિમાન્ડ 10 થી 12 ટકા ઉછાળો આવવાની આશા છે.
સોના ચાંદીમાં સતત તેજી જોવા મળી તેજી
બીજી તરફ શેર બજારની સાથે સોના ચાંદીમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. જોકે અનુમાન છે કે શેર બજારમાં તેજી સાથે સોના ચાંદીમાં ઘટાડો આવી શકે છે. તો બીજી તરફ શેર બજારમાં ઘટાડા સાથે ચોના ચાંદી ઉપર ચઢે છે. પરંતુ આ વખતે ગોલ્ડ અને સેન્સેક્સ બંને સાથમાં આગળ વધી રહ્યા છે. ગત 1 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર સુધી સોનામાં 2400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તેજી આવી ચૂકી છે. તો ચાંદી આ દરમિયાન લગભગ 4500 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી શકી છે.
વ્યાજદર વધ્યા તો મંદીની આશંકા
કેડિયાનું કહેવું છે કે અમેરિકામાં તેનાથી વધુ વ્યાજ દર વધી તો મંદી આવવાની આશંકા છે. હાલમાં વ્યાજ દરમાં ફેરફાર થવાની આશા ના બરાબર છે. આ મુજબ આગામી સમયમાં સોનામાં તેજી આવશે. ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ 85000 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર જઇ શકે છે.
સોના ચાંદીનો આજનો ભાવ
15 નવેમ્બર એટલે કે મંગળવારે એમસીએક્સ પર સોનાની કિંમત 163 રૂપિયાથી વધીને 52881 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 214 રૂપિયાની તેજી સાથે 62684 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગઇ. તેનાથી પહેલાં સેશનમાં ગોલ્ડ 52718 રૂપિયા અને ચાંદી 62470 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઇ હતી. તો બીજી તરફ બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવેલા ભાવ અનુસાર મંગળવારે સોનું 450 રૂપિયાની તેજી સાથે 52877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. તો બીજી તરફ ચાંદીના ભાવમાં લગભગ 900 રૂપિયાની તેજી જોવા મળી અને આ 62467 રૂપિયા પર પહોંચી ગઇ.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે