Gold Rate Today: દિવાળી બાદ પહેલીવાર સોનાના ભાવમાં તેજી, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ

Gold Rate Today: દિવાળી અને ધનતેરસ પર સોનાનું રેકોર્ડબ્રેક વેચાણ થવા છતાં તેના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. બુધવારે દિવાળી બાદ પહેલીવાર એવું જોવા મળ્યું કે જ્યારે સોનાના ભાવમાં તેજી છે. જો કે આમ છતાં ખરીદનારાઓ ખુશ થઈ રહ્યા છે. જાણો કારણ...

Gold Rate Today: દિવાળી બાદ પહેલીવાર સોનાના ભાવમાં તેજી, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ

Gold Rate Today: દિવાળી અને ધનતેરસ પર સોનાનું રેકોર્ડબ્રેક વેચાણ થવા છતાં તેના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. બુધવારે દિવાળી બાદ પહેલીવાર એવું જોવા મળ્યું કે જ્યારે સોનાના ભાવમાં તેજી છે. જો કે આમ છતાં ખરીદનારાઓ એટલે પણ ખુશ થઈ રહ્યા છે કારણ કે શરાફા બજારના ભાવમાં કોઈ અંતર જોવા મળ્યું નથી અને આ ભાવ લગભગ જૂના સ્તરે જ છે. બુધવારે સવારે શરાફા બજારમાં સોના અને ચાંદીના મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યા. જ્યારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) ની વાત કરીએ તો તેમાં તેજી જોવા મળી. 

ગોલ્ડ ફ્યૂચરમાં 170 રૂપિયાની તેજી
બુધવારે બપોરે MCX પર ગોલ્ડ ફ્યૂચરનો રેટ 170 રૂપિયાની તેજી સાથે 50672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદી 66 રૂપિયાની તેજી સાથે 58912 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી. આ અગાઉના સેશનમાં સોનું 50502 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી 58846 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે બંધ  થઈ હતી. 

આ વીડિયો પણ જુઓ...

શરાફા બજારમાં મિક્સ ટ્રેન્ડ
ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન(https://ibjarates.com) તરફથી બુધવારે જાહેર કરાયેલા ભાવ મુજબ 24 કેરેટ ગોલ્ડના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને તે 50690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો. જ્યારે 999 ટચની ચાંદી પણ 500 રૂપિયા તૂટીને 58532  રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો. 23 કેરેટ સોનાનો ભાવ 50487 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ 46432 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ 38018 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news