Gold Price Today: સોનાના ભાવમાં સામાન્ય વધારો, ચાંદીમાં ઘટાડો, જાણો નવી કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ પ્રમાણે, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે. 

Gold Price Today: સોનાના ભાવમાં સામાન્ય વધારો, ચાંદીમાં ઘટાડો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ ગુરૂવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીમાં ઘટાડો થયો છે. HDFC Securities અનુસાર મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનું 9 રૂપિયાના સામાન્ય વધારા સાથે 46981 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું 46972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

તો ચાંદી 902 રૂપિયાના ઘટાડા સાથે 67,758 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી, જે પાછલા કારોબારમાં 68,660 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ગુરૂવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો અમેરિકી ડોલરના મુકાબલે 17 પૈસા તૂટી 74.79 રૂપિયા પર આવી ગયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે 1807 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 26 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ પ્રમાણે, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે. 

સોનાની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ 2021માં ડિલિવરીવાળા સોનાનો ભાવ 326 રૂપિયાના વધારા સાથે 48236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. જ્યારે ઓક્ટોબરમાં ડિલિવરીવાળા સોનાનો ભાવ 390 રૂપિયાના વધારા સાથે 48534 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. 

ચાંદીની વાયદા કિંમત
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર 2021માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત 135 રૂપિયાના વધારા સાથે 69500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news