Gold Hallmarking: તહેવારની સિઝન પહેલા દેશમાં જ્વેલર્સને મળી મોટી રાહત

ગોલ્ડ હોલમાર્કિંગ ઉપરાંત, એવી ખબર પણ છે કે જ્વેલર્સને હોલમાર્કિંગ યુનિક આઈડી (HUID)ના નિયમોમાં પણ રાહત મળી શકે છે. (HUID) નિયમો માત્ર હોલમાર્કિંગ સેન્ટર સુધી લાગુ પડશે.

Gold Hallmarking: તહેવારની સિઝન પહેલા દેશમાં જ્વેલર્સને મળી મોટી રાહત

નવી દિલ્હી: Gold Hallmarking: તહેવારો પહેલા મોદી સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી છે. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગ (Gold Hallmarking) લાગુ કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારી છે. જ્વેલર્સ પાસે હવે 30 નવેમ્બર સુધીનો સમય છે,   જ્યારે ગોલ્ડ હોલમાર્કિંગ માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ હતી.

HUID નિયમોથી પણ રાહત
ગોલ્ડ હોલમાર્કિંગ ઉપરાંત, એવી ખબર પણ છે કે જ્વેલર્સને હોલમાર્કિંગ યુનિક આઈડી (HUID)ના નિયમોમાં પણ રાહત મળી શકે છે. (HUID) નિયમો માત્ર હોલમાર્કિંગ સેન્ટર સુધી લાગુ પડશે. આના દ્વારા, જ્વેલર્સ અને ગ્રાહકો શોધી નહીં શકાશે. જ્વેલર્સ આ HUID વિશે ખુબજ મૂંઝવણમાં હતા.

સોનાના હોલમાર્કિંગને લગતી સૌથી મોટી સમસ્યા HUID અંગે હતી.  કારણ કે એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય પછી, ડિઝાઈન બદલવી HUID માટે અઘરુ હતું.  જ્વેલરીમાં કોઈપણ ફેરફારના કારણે ફરીથી નોંધણી થશે, અને આ સૌથી મોટી સમસ્યાનું કારણ છે.

આ જ્વેલર્સને મળી છૂટ
આ વ્યવસ્થામાં કેટલાક એકમોને ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. 40 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા જ્વેલર્સને ફરજિયાત હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. તે એકમોને પણ છૂટ આપવામાં આવી છે, જે સરકારની વેપાર નીતિ મુજબ ઘરેણાનું નિકાસ કરે છે અને પછી આયાત કરે છે. આ સિવાય, આંતરરાષ્ટ્રીય પ્રદર્શન તેમજ સરકારી મંજૂરી વાળા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) સ્થાનિક પ્રદર્શનીને પણ મંજૂરી મળશે.

હૉલમાર્કિંગ ક્યાં જરૂરી
હાલમાં, ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગના નિયમો દેશના 256 જિલ્લાઓમાં લાગુ છે. 18 કેરેટ, 22 કેરેટની સાથે હવે 20 કેરેટ, 23 કેરેટ અને 24 કેરેટને પણ  મંજૂરી આપવામાં આવશે. નવા દાગીનાની સાથે જૂના દાગીના પર પણ હોલમાર્ક લગાવવું પડશે. આ સિવાય ઘડિયાળ, ફાઉન્ટેન પેન અને કુંદન, પોલ્કી અને જડિત જ્વેલરીમાં વપરાતા સોનાને જરૂરી હોલમાર્કિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ફરજિયાત હોલમાર્કિંગના નિયમો 16 જૂન, 2021થી લાગુ છે. જ્વેલર્સ આ નિયમો માટે તૈયાર ન હતા અને આની સામે જ્વેલર્સ પણ હડતાલ પર ઉતર્યા હતા, જેમાં 350 જેટલા એસોસિએશનોએ ભાગ લીધો હતો. એસોસિએશનનું કહેવું છે કે આ એક ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે, જેને અમલમાં મૂકવામાં સમય લાગશે અને તે હજુ તેના માટે તૈયાર નથી. આ સાથે, મોટી કંપનીઓ સિવાય નાના અને મોટા જ્વેલર્સનો ધંધો ઠપ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news