Go First ની ગજબ ઓફર! હવાઈ યાત્રા માટે માત્ર 926 રૂપિયામાં મળી રહી છે ટિકિટ, ફટાફટ કરો બુકિંગ

કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગો ફર્સ્ટ Right to Fly Sale ઓફર હેઠળ યાત્રિકોને 926 રૂપિયાની શરૂઆતી કિંમત પર ટિકિટ આપી રહી છે. 
 

Go First ની ગજબ ઓફર! હવાઈ યાત્રા માટે માત્ર 926 રૂપિયામાં મળી રહી છે ટિકિટ, ફટાફટ કરો બુકિંગ

નવી દિલ્હીઃ Go First Republic Day Offer: જો તમે કોઈ જગ્યાએ ફરવાનું મન બનાવી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. તમે સસ્તામાં સફર કરી શકો છો તે પણ ફ્લાઇટથી. બજેટ એરલાયન્સ કંપની ગો ફર્સ્ટ  (Go First) તમને આ તક આપી રહી છે. હકીકતમાં ગણતંત્ર દિવસ (Republic day 2022 ) ના અવસર પર ગો ફર્સ્ટ પોતાના યાત્રિકો માટે રાઇટ ટૂ ફ્લાઇ (Right to Fly Sale) નામથી એક ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ તમે સસ્તામાં હવાઈ યાત્રા કરી શકશો. એરલાયન કંપની એ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તો આવો જાણીએ આ ઓફર વિશે વિગત....

માત્ર 926 રૂપિયામાં મળશે ટિકિટ
કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ગો ફર્સ્ટ Right to Fly Sale ઓફર હેઠળ યાત્રિકોને 926 રૂપિયાની શરૂઆતી કિંમત પર ટિકિટ આપી રહી છે. આ સેલ હેઠળ યાત્રિ 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે સસ્તા ભાવ પર ટિકિટ બુક કરાવી હવાઈ સફરનો આનંદ લઈ શકે છે. 

15 કિલો સુધી વજનની છૂટ 
Go First ની વેબસાઇટ પ્રમાણે આ છૂટ તમને 11 ફેબ્રુઆરી 2022થી 31 માર્ચ 2022 સુધી ફ્લાઇટ પર મળશે. આ ઓફરમાં સૌથી ખાસ વાત છે કે સફર દરમિયાન તમે 15 કિલોગ્રામ સુધીનો સામાન લઈ જઈ શકો છો. પરંતુ આ છૂટ માત્ર ઘરેલૂ યાત્રા પર મળશે. સાથે આ ઓફર હેઠળ યાત્રિ ગ્રુપ બુકિંગ ન કરાવી શકે અને ન અન્ય ઓફર હેઠળ તેને ક્લબ કરી શકાય છે. 

ટિકિટનું કરાવી શકો છો રિશિડ્યૂલ
Go First ની આ સ્પેશિયલ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવવા પર યાત્રાથી ત્રણ દિવસ પહેલા સુધી તમે કોઈ રૂપિયા આપ્યા વગર ફ્લાઇટ ટિકિટને રિશિડ્યૂલ કરાવી શકશો. તો ટિકિટ કેન્સલ કરવા પર કંપનીની સ્ટાન્ડર્ડ ટર્મ્સ એન્ડ કંડીશન એપ્લાય થશે. સ્ટાન્ડર્ડ કેન્સલેશન ચાર્જ લાગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news