Essel group ના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ જણાવ્યો ફ્યૂચર પ્લાન, જલદી ચૂકવી દેશે સંપૂર્ણ કરજ, પર્સનલ ગેરંટીનો કોઈ મામલો બાકી નથી
Essel group chairman Dr Subhash Chandra interview: 97 વર્ષ જૂના એસ્સેલ ગ્રુપે પોતાના ઈતિહાસમાં અનેક કોર્પોરેટ ઊંચાઈઓ આંબી છે. પરંતુ આજે આ ગ્રુપની ફાઈનાન્શિયલ સ્ટ્રેન્થ અંગે, ક્રેડિબિલિટી વિશે, તેમના કરજના પેમેન્ટને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેના પર ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ બેબાકીથી દરેક સવાલનો જવાબ આપ્યો છે.
Trending Photos
Essel group chairman Dr Subhash Chandra interview: 97 વર્ષ જૂના એસ્સેલ ગ્રુપે પોતાના ઈતિહાસમાં અનેક કોર્પોરેટ ઊંચાઈઓ આંબી છે. પરંતુ આજે આ ગ્રુપની ફાઈનાન્શિયલ સ્ટ્રેન્થ અંગે, ક્રેડિબિલિટી વિશે, તેમના કરજના પેમેન્ટને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેના પર ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાએ બેબાકીથી દરેક સવાલનો જવાબ આપ્યો છે. તેમણે પોતાનો ફ્યૂચર પ્લાન જણાવ્યો છે. આ સાથે જ જણાવ્યું છે કે ક્યાં સુધીમાં કંપની ડેટ ફ્રી થઈ જશે.
સવાલ-1 કરજ ચૂકવવા અંગે વાત ક્યાં સુધી પહોંચી છે?
ડૉ. સુભાષ ચંદ્રાએ આ વિષય પર હંમેશા ખુલીને વાત કરી છે. ગત વર્ષે એક ઓપન લેટરમાં અમે જણાવ્યું હતું કે 92 ટકાથી વધુ કરજ ચૂકવી દેવાયું છે. ત્યારબાદ પણ કરજ ચૂકવી ચૂક્યા છીએ. હવે થોડું જ દેવું રહ્યું છે. મે હંમેશા કોશિશ કરી છે, જે પણ સ્થિતિ આવે તેમાં સંપૂર્ણ રીતે ડટીને સામનો કરવામાં આવે. 25 જાન્યુઆરી 2019 એ જે સમયે આ સ્થિતિ આવી હતી, તે સમયે તેમાંથી સંપૂર્ણ રીતે નીકળવાનો ઈરાદો બનાવી લીધો હતો.
સવાલ-2 ક્યાં સુધીમાં સંપૂર્ણ કરજ ચૂકવી દેશો?
ડૉ. સુભાષ ચંદ્રાના જણાવ્યાં મુજબ શરૂઆત તો દરરોજ એક નવી શરૂઆત હોય છે. હું તો વર્તમાનમાં જીવું છું. આ આજની સચ્ચાઈ છે. મારો પ્રયત્ન હતો કે 31 માર્ચ 2023 સુધીમાં તમામ કરજ ચૂકવી દેવાનો ઈરાદો હતો પરંતુ કેટલીક પરિસ્થિતિઓના કારણે મોડું થયું છે. કેટલીક એસેટ્સનું વેચાણ થયું નથી. પરંતુ જેવું કઈ ફાઈનલ થશે, સંપૂર્ણ રીતે કરજ મુક્ત થઈ જઈશું.
સવાલ-3 અનેક લેણદાર કરજ અંગે વિવાદ કરી રહ્યા છે, કેટલાક કોર્ટમાં કેસ પણ ચાલે છે, શું કારણ છે?
ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે લેણદારોએ એસ્સેલ ગ્રુપને ખુબ વધારે સપોર્ટ કર્યો છે. લેણદારો જાણે છે કે એસ્સેલ ગ્રુપે પોતાની કિંમતી એસેટ્સ વેસીને દેવું ચૂકવ્યું છે. એસ્સેલ ગ્રુપે લેણદારોના 40,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ગ્રુપે અત્યાર સુધીમાં 40,000-50,000 રૂપિયાનું ફક્ત વ્યાજ ચૂકવ્યું છે. 1967 થી લઈને 2019 સુધીમાં એસ્સેલ ગ્રુપે ક્યારેય ડિફોલ્ટ કર્યું નથી.
સવાલ- 4 કરજ ચૂકવવા માટે અનેક એસેટ્સ વેચી, પરંતુ શું તેને લઈને ક્યારેય કોઈ તકલીફ થાય છે?
ડૉ. સુભાષ ચંદ્રાના જણાવ્યાં મુજબ કિંમતીમાં કિંમતી એસેટ્સ વેચવામાં ક્યારેય પણ તકલીફ થઈ નથી. બે-ત્રણ એકાઉન્ટનું જ પેમેન્ટ કરવાનું બાકી છે. બધાનું કરજ વિનમ્રતા સાથે ચૂકવવાનો સંકલ્પ છે. જે જલદી પૂરો થઈ જશે.
સવાલ-5 અનેકવાર લોકો પૂછતા હતા કે ડૉ. સુભાષ ચંદ્રા દેશમાં છે કે બહાર જતા રહ્યા છે પરંતુ તમે દેશમાં જ ડટી રહ્યા અને બધાનું કરજ ચૂકવી રહ્યા છો?
ડૉ. સુભાષ ચંદ્રાએ તેના જવાબમાં કહ્યું કે સમસ્યા દરેકના જીવનમાં આવે છે, તેને પહોંચી વળવું દિલેરી છે. શક્તિશાળી વ્યક્તિ મુસીબતથી ભાગતો નથી, તેની સામે ઝઝૂમે છે.
સવાલ- 6 ઝી-સોની મર્જર પર શું અપડેટ છે, ક્યાં સુધી પૂરું થવાની આશા છે?
ઝી-સોની મર્જર પર ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની મર્જરમાં મારું કોઈ મોટું યોગદાન નથી. ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પર મારું કઈ બોલવું યોગ્ય નહીં રહે. તેના માટે કંપનીના સીઈઓ વધુ સારું જણાવી શકશે. જ્યાં સુધી મને જાણકારી છે ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની મર્જર જલદી પૂરું થવાની આશા છે.
સવાલ- 7 હજુ પણ લોકો ઝી એન્ટરટેઈનમેન્ટને એસ્સેલ ગ્રુપનો હિસ્સો માને છે?
ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે એસ્સેલ ગ્રુપે જ ઝી એન્ટરટેઈનમેન્ટને શરૂ કર્યું હતું. આથી અનેક લોકોને કન્ફ્યૂઝન રહે છે. આગળ પણ લોકો થોડા સમય માટે ઝી એન્ટરટેઈનમેન્ટને એસ્સેલ ગ્રુપનો હિસ્સો માનશે. ઝી એન્ટરટેઈનમેન્ટને હું મારા દિલોદિમાગથી કાઢી ચૂક્યો છું.
સવાલ- 8 90,000 કરોડ ચૂકવ્યા બાદ હવે તમારી નેટવર્થ શું છે?
ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે મારી પોતાની નેટવર્થ લગભગ નહીં બરાબર છે. મે મારું ઘર ગિરવે મૂકીને પણ કરજ ચૂકવ્યું છે.
સવાલ- 9 પ્રમોટર પર્સનલ ગેરંટી આપવાથી ડરે છે. પરંતુ તમે ખુલીને પર્સનલ ગેરંટી આપી, તેનું શું કારણ છે?
ડૉ. સુભાષ ચંદ્રાના જણાવ્યાં મુજબ જાન્યુઆરી 2019 પહેલા ક્યારેય પર્સનલ ગેરંટી આપી નહતી. પરંતુ જાન્યુઆરી 2019 બાદ જૂના કરજ પર પર્સનલ ગેરંટી આપી. હાલ પર્સનલ ગેરંટીનો કોઈ મામલો બાકી નથી. પર્સનલ ગેરંટીને કોઈ વાપરવાની કોશિશ કરશે તો તેને કશું મળશે નહીં, કારણ કે મારી પાસે કશું નથી.
સવાલ-10 શું કેટલાક લેણદાર વાત સાંભળવા માટે તૈયાર નથી?
ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે અમારી દાનત સાફ છે, અમારે બધાનું કરજ ચૂકવવાનું છે.
સવાલ-11 ડિશ ટીવી કેશ રિચ કંપની છે, પરંતુ હજુ પણ અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે?
ડૉ. સુભાષ ચંદ્રાએ સ્પષ્ટ કર્યું કે ડિશ ટીવી અમારા ગ્રુપની કંપની નથી. તે મારા નાના ભાઈ જવાહર ગોયલની કંપની છે. ડિશ ટીવી આજની તારીખમાં સંપૂર્ણ રીતે કરજ મુક્ત કંપની છે. યસ બેંક સાથે ડિશ ટીવીને લઈને કેટલાક વિવાદ છે, મામલો કોર્ટમાં છે. એસ્સેલ ગ્રુપની દરેક કંપનીમાં રોકાણ કરીને લોકોએ પૈસા ઊભા કર્યા છે. ડિશ ટીવીના લેન્ડર્સ પ્રોમોટર વીના કંપની ચલાવવા માંગતા હોય તો ચલાવે.
સવાલ-12 સુભાષ ચંદ્રા વિશે કહેવાય છે કે તેઓ લથડીયા ખાઈ શકે છે, પરંતુ પડીને ફરી ઊભા થવાનું હુનર પણ તેઓ જાણે છે, હવે આગળ શું?
ડૉ. સુભાષ ચંદ્રાએ પોતાના ફ્યૂચર પ્લાન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે હાલ હું ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સની મેન્ટરિંગ કરી રહ્યો છું. તેનાથી મૂડી લગાવ્યા વગર કઈક શેરહોલ્ડિંગ મળી જશે. જનસેવા માટે ટ્રસ્ટ બનાવ્યું હતું. તેનું કામ પણ કરતો રહીશ.
સવાલ-13 કરજ અંગે જે પૂરો મુદ્દો રહ્યો છે તેનાથી પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પર તમારું શું લર્નિંગ રહ્યું?
ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે ખરાબ સમય બધુ શીખવાડે છે. વ્યક્તિ ખરાબ સમયમાં જ વધુ શીખે છે. સફળતાના સમયે લોકો ઘોડા પર સવાર હોય છે. મને પણ મારા ખરાબ સમયમાં ઘણું બધુ શીખવા અને સમજવા મળ્યું છે. આ સમયમાં કેટલાક લોકોએ સાથ આપ્યો. મારો મોટાભાગનો અનુભવ સારો રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે