વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર

વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર

ટેક્નોલોજીમાં ફેરફારથી આ વર્ષે ઘણી પારંપારિક નોકરીઓની જગ્યા નવી નોકરીઓએ લઇ લીધી છે. તો બીજી તરફ પગારમાં લગભગ 8 થી 10 ટકાનો સરેરાશ વધારો થયો છે. બીજી તરફ જો આગામી વર્ષની વાત કરીએ તો વિશેષજ્ઞો તથા નોકરીદાતાઓને લાગે છે કે નવા વર્ષની એટલે કે 2019માં લગભગ 10 લાખ નવી રોજગારની તકોનું સૃજન થશે. જોકે તેમણે કહ્યું કે ગત વર્ષની માફક પગાર વધારો યથાવત રહી શકે. જોકે કેટલાક ખાસ વિસ્તારના લોકોના પગારમાં વધુ વધારો થઇ શકે છે.

ચૂંટણી પહેલાં સતર્ક રહેશે નોકરીદાતાઓ
આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજકીય અનિશ્વિતતાને જોતાં નોકરીદાતા 2019નના પ્રથમ છ માસિકમાં સતર્ક વલણ અપનાવી શકે છે. રોજગાર સૃજન હાલના સમયમાં ચર્ચાનો મોટો મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે કારણ કે ઝડપી આર્થિક વૃદ્ધિ છતાં રોજગાર સૃજનની ગતિ આશાને અનુરૂપ રહી નથી. બીજી તરફ એક અંદાજ અનુસાર દર વર્ષે 1.2 કરોડ લોકો રોજગાર બજારમાં પ્રવેશ કરી રહી છે. 

પાટા પર ફરી રહ્યો છે રોજગાર બજાર
વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશમાં રોજગાર સૃજનને લઇને પર્યાપ્ત અને વિશ્વનીય આંકડાના અભાવના કારણે પણ સ્થિતિ વધુ મજબૂત થઇ ગઇ છે. વર્ષ 2016ના નવેમ્બરમાં નોટબંધી અને એક જૂલાઇ, 2017ના રોજ જીએસટી લાગૂ થયા બાદ 2018માં ભારતીય રોજગાર બજાર ફરીથી પાટા પર પરત ફરતો જોવા મળી રહ્યો છે. 

પ્રથમ ત્રિમાસિક બાદ ખુલશે તક
સોસાયટી ફોર હ્યૂમન રિસોર્સ મેનેજમેંટ (એસએચઆરએમ)ના પરામર્શ વિભાગન પ્રમુખ નિશિથ ઉપાધ્યાયના અનુસાર, ''આ વિડંબણા છે કે ચૂંટણી દરમિયાન રોજગાર સૃજન એક મોટો મુદ્દો રહ્યો છે, તેમ છતાં સંગઠન 2019માં પોતાની કારોબારી યોજનાને લાગૂ કરવાને લઇને સતર્કતાનું વલણ અપનાવી શકે છે. તેનાથી ઓછામાં ઓછા વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં રોજગાર સૃજન પ્રભાવિત થશે. 

મોટા રોકાણની સંભાવના
માનવ સંસાધન સેવા પુરી પાડનાર રેંડસ્ટેંડ ઇન્ડિયાના પ્રમુખ પોલ ડ્યૂપુઇસે કહ્યું કે માહિતી-ટેક્નોલોજી ક્ષેત્રમાં બે વર્ષ બાદ નિમણૂકમાં ઉત્સાહનો માહોલ રહેશે. આમ નવા યુગના ટેક્નોલોજી ક્ષેત્રમાં કુશળ અને પ્રતિભાશાળી લોકોની ઉપલબ્ધતા અને ઇ-વાણિજ્ય ક્ષેત્રમાં મોટા રોકાણ દ્વારા થશે. આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, ઉત્પાદન, છૂટક અને એફએમસીજી ક્ષેત્રમાં સ્થિતિ સારી થઇ છે. જોકે બેકિંગ, નાણાકીય સેવા અને ટેલિકોમ ક્ષેત્રમાં નોકરીઓની સ્થિતિ સારી થઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news