Repo Rates: શું આરબીઆઇ આ વખતે રેપો રેટ્સમાં કરશે વધારો? આવી ગયું મોટું અપડેટ

RBI Repo Rates: આ વખતે આરબીઆઈની નાણાકીય સમીક્ષા નીતિ બેઠક 4 થી 6 ઓક્ટોબર દરમિયાન યોજાશે. એમપીસીની છેલ્લી બેઠક ઓગસ્ટમાં મળી હતી. શું આ વખતે RBI રેપો રેટ વધારશે?

Repo Rates: શું આરબીઆઇ આ વખતે રેપો રેટ્સમાં કરશે વધારો? આવી ગયું મોટું અપડેટ

Inflation Rates in India: દેશભરમાં મોંઘવારીનો દર વધી રહ્યો છે. રિટેલ ફુગાવો (Retail Inflation) હજુ પણ ખૂબ ઊંચા સ્તરે છે અને યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વધુ થોડા સમય માટે તેનું કડક વલણ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આગામી મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) ની નાણાકીય સમીક્ષા બેઠકમાં ફરી એકવાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

8 ફેબ્રુઆરીએ રેપો રેટમાં કરવામાં આવ્યો હતો વધારો 
રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો અને ત્યારથી તેણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ રિટેલ ફુગાવો અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ સહિતના કેટલાક વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખીને દરો સમાન સ્તરે જાળવી રાખ્યા છે.

4 થી 6 ઓક્ટોબરના રોજ યોજાશે બેઠક 
RBI ગવર્નરની અધ્યક્ષતામાં છ સભ્યોની MPCની બેઠક 4-6 ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત છે. એમપીસીની છેલ્લી બેઠક ઓગસ્ટમાં મળી હતી.

આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં
બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું છે કે અમને આશા છે કે RBI આ વખતે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરે કારણ કે ફુગાવો હજુ પણ ઊંચો છે અને લિક્વિડિટીની સ્થિતિ તંગ છે. જો મોંઘવારી પર આરબીઆઈનો અંદાજ સાચો માનવામાં આવે તો ત્રીજા ક્વાર્ટરમાં પણ તે પાંચ ટકાથી વધુ રહેશે. આવી સ્થિતિમાં, વર્તમાન કેલેન્ડર વર્ષ 2023 અને સંભવતઃ ચોથા ક્વાર્ટરમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.

ઓગસ્ટમાં CPIમાં થયો હતો ઘટાડો 
સબનવીસે કહ્યું કે ખરીફ પાક, ખાસ કરીને કઠોળને લઈને અનિશ્ચિતતા છે. જોકે, ઓગસ્ટમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવો થોડો ઘટીને 6.83 ટકા થયો છે. જુલાઈમાં તે 7.44 ટકા હતો. જોકે, તે હજુ પણ રિઝર્વ બેન્કના છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર છે.

સરકારે આપી છે આ સૂચના 
સરકારે મોંઘવારી દરને બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી આરબીઆઈને આપી છે.

ટામેટાં સસ્તા હોવાનો મળ્યો ફાયદો 
ICRA લિમિટેડના મુખ્ય અર્થશાસ્ત્રી, અદિતિ નાયરે જણાવ્યું હતું કે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો સપ્ટેમ્બર, 2023માં ઘટીને 5.3-5.5 ટકા થવાની ધારણા છે. જેમાં ટામેટાંનો સરેરાશ ભાવ અડધો થઈ ગયો હતો.જે ફાયદો થયો હતો. નાયરે કહ્યું કે ICRAને લાગે છે કે MPC ઓક્ટોબર 2023ની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.

શું છે રિઝર્વ બેંકનો અંદાજ?
રિઝર્વ બેંકે 2023-24 માટે છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.7 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રહેવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 5.2 ટકા રહેવાનું અનુમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news