લોન પર ઘર લઈ આ ભૂલો કરી તો EMI ભરવાના પણ ફાંફા પડશે, ઘર તો જશે સાથે ભરેલું વ્યાજ પણ જશે!

Buying a house on loan: ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જોડાયેલો મહત્વનો નિર્ણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જોઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જોઈએ. 

લોન પર ઘર લઈ આ ભૂલો કરી તો EMI ભરવાના પણ ફાંફા પડશે,  ઘર તો જશે સાથે ભરેલું વ્યાજ પણ જશે!

Buying a house on loan: ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જોડાયેલો મહત્વનો નિર્ણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જોઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમારી કોઈ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનું બિલ બાકી છે અને તમે હોમ લોન માટે એપ્લાય કરો છો તો બેંક તમારી ક્રેડિટ લિમિટને ઓછી કરી નાંખે છે. ઘરી ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જોઈએ કે તમે ફાઈનાન્શિયલી તૈયાર છો કે નહીં. પરંતુ તે કેવી રીતે ચેક કરી શકાય. આવો જોઈએ.

રિપોર્ટ પ્રમાણે નોઈડાના દેવેશે પોતાના સપનાનો મહેલ લોન પર ઉભું કરવાનો વિચાર કર્યો. તેનું કહેવું છે કે જ્યારે મેં ઘર ખરીદ્યુ ત્યારે મારી સેલરી વધારે ન હતી. ડાઉન પેમેન્ટ માટે ઓછા પૈસા હતા. જેના કારણે મારે હોમ લોન વધારે લેવી પડી. રજિસ્ટ્રેશન ચાર્જ અને સ્ટેમ્પ ડ્યુટી માટે 3 લાખ રૂપિયા મિત્ર પાસેથી ઉધાર લેવા પડ઼્યા. EMIએ મારા ખર્ચને વધારી દીધું. સેવિંગ્સની આદતને ભૂલવી દીધી. મિત્રના પૈસા પાછા આપવા માટે પર્સનલ લોન લેવી પડી. હોમ લોન અને પર્સનલ લોનનું EMI ભરતાં-ભરતા થાકી ગયો છું. વિચારું છું કે ઘર ન ખરીદ્યું હોત તો સારું હતું. આ તો માત્ર દેવેશની વાત થઈ. જો તમે પણ લોન પર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ નહીં તો તમે મોટા નાણાંકીય સંકટમાં ફસાઈ જશો. 

No description available.

ભૂલ નંબર-1
ક્ષમતાથી વધારે હોમ લોન લેવી

ભૂલ નંબર-2
ખર્ચ વધવાથી સેવિંગ્સ કરવાનું છોડી દેવું

ભૂલ નંબર-3
મિત્રના પૈસા પાછા આપવા વધું એક દેવું કરવું

ભૂલ નંબર-4
1 લાખની સેલરી પર 30 હજારથી વધારે EMI

ભૂલ નંબર-5
કેશ ફ્લો જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર

ભૂલ નંબર-6
મકાન ખરીદતાં પહેલાં ડાઉન પેમેન્ટ જમા ન કરી શકવું

પૂરતા ડાઉન પેમેન્ટ અને સેલરીના પ્રમાણમાં ખર્ચની ફાળવણી કર્યા વિના ઘર લેવાથી વ્યાજના ચક્રમાં ફસાવા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઘર લેતા સમયે બીજી એક જરૂરી વાતનું ધ્યાન રાખો કે તમારા ટર્મ ઈન્શ્યોરન્સમાં હોમ લોનની દેણદારીને પણ સામેલ કરો. નહીં તો કોઈ સંકટના સમયે પરિવારને મળનારો એક મોટો ભાગ બેંકની પાસે જતો રહેશે. ધ્યાન રાખો કે ઘર ખરીદતાં પહેલાં વધારેમાં વધારે ડાઉન પેમેન્ટ જોડી લો. ડાઉન પેમેન્ટ અને બીજા ખર્ચ માટે લોન લેવાથી બચો.  બની શકે કે બિન-જરૂરી ખર્ચમાં ઘટાડો કરો. જેથી EMIના હિસાબને બેલેન્સ કરી શકાય.

આ પણ વાંચો:
ગુજરાતને ઘમરોળી રહ્યો છે વરસાદ, જાણો આજે કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી?
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ

મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news