Dmart Success Story: સસ્તો સામાન, આખુ વર્ષ ડિસ્કાઉન્ટ, DMart ની રણનીતિ પાછળ છે આ 12 ફેલ વ્યક્તિનું મગજ

Why Dmart is so Cheap : ડીમાર્ટનો પ્રથમ સ્ટોર મુંબઈમાં 2002માં ઓપન થયો હતો. તેના સંસ્થાપકનું નામ રાધાકિશન દામાણી છે, જેણે ડીમાર્ટ પહેલા બે બિઝનેસમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. રાધાકિશન દામાણી સ્ટોક બ્રોકરથી બિઝનેસમેન બન્યા અને દિવંગત ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા તેને પોતાના ગુરૂ માનતા હતા. 
 

Dmart Success Story: સસ્તો સામાન, આખુ વર્ષ ડિસ્કાઉન્ટ, DMart ની રણનીતિ પાછળ છે આ 12 ફેલ વ્યક્તિનું મગજ

નવી દિલ્હીઃ રાધાકિશન દામાણીએ પોતાના કારોબારની શરૂઆત માત્ર પાંચ હજાર રૂપિયાથી કરી હતી. જેના દમ પર આજે તેમણે કરોડોની કંપની ઊભી કરી છે. આજે તે દુનિયાના સૌધી ધનીક લોકોમાં પણ સામેલ છે. મૂળ રૂપથી રાજસ્થાનના બીકાનેરથી આવતા રાધાકિશન દામાણીનો જન્મ વર્ષ 1956માં થયો હતો. 

જો તમે સસ્તામાં ગ્રોસરી લેવા જાવ છો તો સૌથી પહેલા ડીમાર્ટ આવે છે. ઘણા નાના અને મોટા શહેરોમાં ડીમાર્ટની અનેક બ્રાન્ચ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. ત્યાં વર્ષ દરમિયાન હંમેશા ડિસ્કાઉન્ટ મળતું રહે છે. ત્યાં મળનાર સામાન અન્ય રિટેલ સ્ટોરની તુલનામાં ઓછામાં ઓછો 6થી 8 ટકા સસ્તો રહે છે. ત્યાં મળનાર દરેક સામાન પર લગભગ ડિસ્કાઉન્ટ મળે છે. ઘણીવાર તો બાય વન ગેટ વન ઓફર પણ હોય છે. જેના કારણે આજે ડીમાર્ટ દેશના અનેક શહેરમાં સારી રીતે ચાલી રહ્યાં છે. 

ડીમાર્ટ (DMart) ની શરૂઆત એક 12 પાસ વ્યક્તિએ કરી હતી. જેને ઘણા લોકો મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ અને ઘણા આરડી કહે છે. તેનું પુરૂ નામ રાધાકૃષ્ણ દામાણી છે. જેની પાસે ભલે કોઈ મોટી ડિગ્રી ન હોય, પરંતુ તેની પાસે વેપાર કરવાનું ગજબનું હુનર છે. 

તે પોતાના પરિવારની સાથે મુંબઈમાં એક નાના ઘરમાં રહેતા હતા. પૈસા ન હોવાને કારણે તેમણે ધોરણ 12 બાદ મુંબઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ પોતાનો અભ્યાસ પૂરો ન કરી શક્યા અને કામની શરૂઆત કરી હતી. 

એક બાદ એક કામ રહ્યાં નિષ્ફળ
પિતા પાસેથી ટ્રેડિંગના પાઠ શીખીને રાધાકૃષ્મ દામાણીએ શેર બજારમાં પાંચ હજાર રૂપિયાનું રોકાણ કર્યું. ત્યારબાદ તેમને સારો નફો મળ્યો હતો. ત્યારબાદ તેમણે નેરૂલની ફ્રેન્ચાઇઝી લીધી. પરંતુ તેમાં નિષ્ફળતા મળી. ત્યારબાદ બોરવેલ બનાવવાનું કામ કર્યું પરંતુ તે પણ ફેલ થઈ ગયું હતું. 

હિંમતની મદદથી મેળવી સફળતા
રાધાકિશન દામાણી આટલી નિષ્ફળતા છતાં હિંમત હાર્યા નહીં અને વર્ષ 2002માં ડીમાર્ટનો પ્રથમ સ્ટોર મુંબઈમાં શરૂ કર્યો. આ કારોબાર માટે તેમણે પહેલા નક્કી કર્યું હતું કે તે કોઈ મોલમાં સ્ટોર નહીં ખોલે અને ન ભાડા પર લેશે. તેમનો આ નિર્ણય વરદાન સાબિત થયો. તેમણે પોતાના સ્ટોર પર લોકોને ઘણી લોભામણી ઓફર અને મોટું ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું હતું. 

દેશભરમાં ડીમાર્ટ સ્ટોર્સ
ભારે ડિસ્કાઉન્ટ અને ઘણી લોભામણી ઓફરને કારણે ડીમાર્ટ સ્ટોર્સમાં ભારે ભીડ રહેતી હતી. આજે દેશભરના 11 રાજ્યોમાં ડીમાર્ટના લગભગ 300થી વધુ સ્ટોર્સ છે. કંપની પોતાના નિયમો પર કામ કરે છે. ઘણી કંપનીઓ જ્યાં 70 દિવસ ઈન્વેસ્ટરી ટર્ન ઓવર રાખે છે તો ડીમાર્ટમાં તે માત્ર 30 દિવસ માટે હોય છે. તે પોતાના બ્રાન્ડના સામાનને વધુ પ્રમોટ કરે છે. 

કેમ પડ્યું મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ નામ
મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ નામની પાછળ પણ એક કારણ છે. તેનું માનવું છે કે સવારે ઉતાવળમાં તે વાતને લઈને કોઈ ગુંચવણ ન રહે કે કયાં કલરના કપડા પહેરે. તેથી મોટા ભાગે તે સફેદ કપડા પહેરે છે. આ કારણે લોકો તેને મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ કહે છે. એક સમયે પાંચ હજાર રૂપિયાની સાથે કામની શરૂઆત કરનાર રાધાકિશન દામાણી આજે 1700 કરોડ ડોલર જેટલી સંપત્તિના માલિક છે. ડીમાર્ટનું માર્કેટ કેપ 30 બિલિયન ડોલર જેટલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news