હવાઈ મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર! હવે આ લોકો નહીં કરી શકે મુસાફરી, DGCAએ આકરા પાણીએ!!

DGCA Latest Rule: ડીજીસીએ એ હવે હવાઈ મુસાફરી કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દિવ્યાંગ પેસેન્જર ફ્લાઈટમાં બેસવા માટે ફિટ છે કે નહીં, આ કામ એરલાઈન્સ કંપનીઓ નહીં પરંતુ ડોક્ટર નક્કી કરશે. જો ડોક્ટર ટેસ્ટમાં કોઈ મુસાફર અયોગ્ય ઠરશે તો તેણે ફ્લાઈટમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.

હવાઈ મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર! હવે આ લોકો નહીં કરી શકે મુસાફરી, DGCAએ આકરા પાણીએ!!

GCA Latest Rule: હવાઈ મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડીજીસીએ એ હવે હવાઈ મુસાફરી કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દિવ્યાંગ પેસેન્જર ફ્લાઈટમાં બેસવા માટે ફિટ છે કે નહીં, આ કામ એરલાઈન્સ કંપનીઓ નહીં પરંતુ ડોક્ટર નક્કી કરશે. જો ડોક્ટર ટેસ્ટમાં કોઈ મુસાફર અયોગ્ય ઠરશે તો તેણે ફ્લાઈટમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.

કેમ લેવાયો નિર્ણય?
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય રાંચી એરપોર્ટની ઘટના બાદ લેવાયો છે. જ્યાં ઇન્ડિગોએ એક દિવ્યાંગ બાળકને પ્લેનમાં મુસાફરી કરવા માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ આ ઘટનાનો વિરોધ થયો હતો. ઈન્ડિગોની આ કાર્યવાહી પર કડકાઈ બતાવતા DGCAએ 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

ઈન્ડિગોએ તેના બચાવમાં જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 7 મેના રોજ એક વિકલાંગ બાળકને રાંચી-હૈદરાબાદ ફ્લાઈટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વાસ્તવમાં તે બાળક ખૂબ જ નર્વસ દેખાતો હતો. પછી ઈન્ડિગો પર કડકાઈ દેખાડતા ડીજીસીએએ ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન ખોટું હોવાનું કહીને 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો અને તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ.

DGCA એ આપી જાણકારી
દેશની એરલાઇન કંપનીઓ પર નિયામન કરતી સર્વોચ્ચ નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, 'એરલાઇન કોઇપણ મુસાફરને વિકલાંગતાના આધારે વિમાનમાં બેસવો દેવો કે નહીં તેની પરવાનગી આપવાનો ઇનકાર કરશે નહીં. જો કોઈ એરલાઈન્સને લાગે છે કે ફ્લાઇટમાં જે તે પેસેન્જરનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તો તે પેસેન્જરને ડૉક્ટર દ્વારા તપાસ કરાવવી પડશે. ત્યારબાદ ડૉક્ટર સ્પષ્ટપણે પેસેન્જરની મેડિકલ કન્ડિશન વિશે માહિતી આપશે. ડૉક્ટર કહેશે કે પેસેન્જર યોગ્ય છે કે નહીં. ડૉક્ટરની સલાહ લીધા પછી જ એરલાઈન્સ કંપનીઓ કોઈ નિર્ણય લઈ શકે છે.

શું હતો સમગ્ર કેસ?
નોંધનીય છે કે, 7 મેના રોજ એક વિકલાંગ બાળકને એરલાઇનના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા બોર્ડિંગ કરતા અટકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની ચારેબાજુ ટીકા થઈ રહી હતી, ત્યારબાદ સિવિલ એવિએશન ઓથોરિટીએ તેની ગંભીર નોંધ લીધી અને તેની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન રાંચી-હૈદરાબાદ ફ્લાઇટની પેસેન્જર મનીષા ગુપ્તાએ બાળક અને તેના માતા-પિતાને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા થતી પરેશાનીને લોકો સમક્ષ રાખી તો ઘટનાનું સત્ય સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news