DA Hike: નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, પગારમાં થશે વધારો, જાણો વિગત
DA Hike news today: વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી શકે છે. આમ થયું તો તેમાં 5 ટકાનો વધારો જોવા મળશે. જો ઈન્ડેક્સમાં 4 ટકાનો વધારો થયો તો મોંઘવારી ભથ્થું 50 ટકા થશે.
Trending Photos
DA Hike news today: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારૂ વર્ષ શાનદાર રહેવાનું છે. ન્યૂ યર ગિફ્ટ તરીકે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (dearness allowance)ની ભેટ મળશે. તે માટે માર્ચ મહિના સુધી રાહ જોવી પડશે પરંતુ આ પહેલા 31 ડિસેમ્બરે ખુશખબર મળવાની છે. હકીકતમાં AICPI ઈન્ડેક્સના નંબર 31 ડિસેમ્બર સુધી જારી થઈ જશે. તેનાથી તે અંદાજ આવી જશે કે જાન્યુઆરી 2024 માટે વધેલું મોંઘવારી ભથ્થું કેટલું પહોંચ્યું છે. વર્તમાન નંબર્સ જુઓ તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 49 ટકા પહોંચી ગયું છે. પરંતુ આ ઓક્ટોબર AICPI ઈન્ડેક્સના નંબર્સના આધારે છે. હવે એક સપ્તાહ બાદ નવેમ્બરના આંકડાઓ જાહેર થશે.
અત્યાર સુધી કેટલે પહોંચ્યો ઈન્ડેક્સ?
AICPI ઈન્ડેક્સનો નંબર ઓક્ટોબર 2023 સુધી 138.4 પોઈન્ટ પહોંચી ગયો છે. તેમાં સપ્ટેમ્બરની તુલનામાં 0.9 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. તેના આધાર પર મોંઘવારી ભથ્થાનો કુલ સ્કોર 49.08 ટકા પહોંચી ગયો છે. અનુમાન છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ખાવા-પીવાની મોંઘવારીને કારણે ઈન્ડેક્સમાં તેજી જોવા મળશે. આરબીઆઈ ગવર્નર પણ તેનો ઈશારો કરી ચુક્યા છે. તેનાથી મોંઘવારી ભથ્થામાં 1.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
4 કે 5 ટકા- મોંઘવારી ભથ્થામાં કેટલો થશે વધારો?
જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થું 4 કે 5 ટકા વધી શકે છે. અત્યાર સુધીના આંકડાનો અંદાજ લગાવવામાં આવે તો 4 ટકાનો વધારો નક્કી છે. પરંતુ એક્સપર્ટ માને છે કે જો નવેમ્બર અને ડિસેમ્બર ઈન્ડેક્સમાં ઉછાળો આવે તો 5 ટકા વધારાનો ઈનકાર કરી શકાય નહીં. વર્તમાન ટ્રેન્ડ પ્રમાણે મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી શકે છે. તેવામાં તેમાં પાંચ ટકાનો વધારો જોવા મળશે. જો ઈન્ડેક્સમાં 4 ટકાનો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 50 ટકા થશે.
49% ને ક્રોસ કરી ચુક્યું છે મોંઘવારી ભથ્થું
AICPI ઈન્ડેક્સમાં અત્યાર સુધી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના નંબર જાહેર થયા છે. ઈન્ડેક્સ 138.4 પોઈન્ટ છે. તેનાથી ગણતરી થવા પર મોંઘવારી ભથ્થાનો સ્કોર 49.08 ટકા પહોંચી ગયું છે. નવેમ્બરમાં આ આંકડો 50 ટકાને પાર થવાનું અનુમાન છે. ત્યારબાદ ડિસેમ્બરમાં પણ જો ઈન્ડેક્સ 0.54 ટકાથી વધુ છે તો મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચી શકે છે. ડિસેમ્બર 2023 AICPI ઈન્ડેક્સના નંબર્સ જ ફાઈનલ ડીએના નંબર નક્કી કરશે.
DA Hike થશે જોરદાર
મોંઘવારી ભથ્થાની ગણતરી બાકીના મહિનામાં મોંઘવારી ભથ્થું 51 ટકા પહોંચવાનો ઈશારો મળી રહ્યો છે.
Month/ Year | CPI(IW) BY2016=100 | DA% Monthly Increase |
January 2023 | 132.8 | |
February 2023 | 132.7 | |
March 2023 | 133.3 | |
April 2023 | 134.2 | |
May 2023 | 134.7 | |
June 2023 | 136.4 | |
July 2023 | 139.7 | |
August 2023 | 139.2 | |
September 2023 | 137.5 | |
October 2023 | 138.4 | |
November 2023 | 49.69 | |
December 2023 | 50.60 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે