સસ્તા થઇ શકે છે Petrol-Dieselના ભાવ, ક્રૂડની કિંમતમાં થયો ભારે ઘટાડો

સસ્તા થઇ શકે છે Petrol-Dieselના ભાવ, ક્રૂડની કિંમતમાં થયો ભારે ઘટાડો
  • દેશમાં પેટ્રોલ ડીઝલ (Petrol- Diesel)ની કિંમતોમાં પણ ઘટાડો થવાની આશા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ સતત 6 દિવસ નરમી સાથે વ્યાપાર
  • ક્રૂડ ઓઇલ હાલ 40 ડોલરના નીચલા સ્તરે

નવી દિલ્હી: ક્રૂડ ઓઇલ (Crude Oil)ની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે, જેનાથી દેશમાં પેટ્રોલ ડીઝલ (Petrol- Diesel)ની કિંમતોમાં પણ ઘટાડો થવાની આશા છે. ક્રૂડ ઓઇલ હાલ 40 ડોલરના નીચલા સ્તરથી ચાલી રહ્યું છે, જે જૂન બાદનું સૌથી નીચું સ્તર છે. કોરોના વાયરસના કહેરને લઇને ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારત મોટાભાગે બ્રેન્ટ ક્રૂડની આયાત કરે છે, તેથી આવનારા દિવસોમાં પેટ્રોલિયમ પદાર્થ ઘણા સસ્તા થઇ શકે છે.

સતત 6 દિવસ આવ્યો કિંમતોમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડમાં બુધવારના સતત 6 દિવસ નરમી સાથે વ્યાપાર કરી રહ્યું હતું. ત્યારે અમેરિકાના લાઇટ ક્રૂડ WTIની કિંમત 36 ડોલર પ્રતિ બેરલ પર છે. ગત સત્રમાં બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધારે તુટ્યો જ્યારે વેસ્ટ ટેક્સસ ઇન્ટરમીડિએટ (WTI)ના ભાવ 6 ટકાથી વધારે ઘટ્યા. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં WTIનો ભાવ લગભગ 7 ડોલર પ્રતિ બેરલ એટલે કે 16 ટકાથી વધારે તુટ્યો છે. જ્યારે બ્રેન્ટનો ભાવ 15 ટકાથી વદારે ઘટ્યો છે.

આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટર કોન્ટિનેન્ટલ એક્સેચેન્જ (ICE) પર બ્રેન્ટ ક્રૂડના નવેમ્બર ડિલીવરી કરારમાં ગત સત્રની સરખામણીએ 0.20 ટકાની નબળાઈની સાથે 39.70 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર ચાલી રહ્યો હતો, જ્યારે આ પહેલા વ્યાપાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડનો ભાવ 39.36 ડોલર પ્રતિ બેરલ સુધી તુટ્યો.

ત્યારે, ડબ્લ્યૂટીઆઇના ઓક્ટોબર ડિલીવરી વાયદા કરારમાં ગત સત્રની સરખામણીએ 0.27 ટકા ઘટાડા સાથે 36.66 ડોલર પ્રતિ બેરલ પર વ્યાપાર ચાલી રહ્યો હતો, જ્યારે આ પહેલા વ્યાપાર દરમિયાન ડબ્લ્યૂટીઆઇનો ભાવ 36.17 ડોલર પ્રતિ બેરલ સુધી તુટ્યો.

ભાવ ઘટવાનું આ છે એક કારણ
એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઈસ પ્રેસીડેન્ટ (ઊર્જા અને ચલણ) અનુજ ગુપ્તાએ જણાવ્યું કે સાઉદી અરબની કંપની સાઉદી અમરાકોએ એશિયન દેશોમાં ઓઇલના વેચાણ વધારવા માટે કિંમતોમાં ઘટાડો કર્યો છે. ત્યારે અમેરિકામાં ઓઇલની માંગ નબળી છે.

સમગ્ર દુનિયામાં 2.75 કરોડ કેસ
તમને જણાવી દઇએ કે, જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલયના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસના કેસની કુલ સંખ્યા 2.75 કરોડથી વધારે થઇ ગઇ છે. ત્યારે આ બીમારીથી અત્યાર સુધીમાં 8.97 લાખ લોકોના મોત થયા છે. વિશ્વવિદ્યાલયના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએઈ)ના તાજેતરના અપડેટ અનુસાર, બુધવારની સવારે સુધીમાં 27,570,742 કેસ અને 8,97,383 મોત નોંધાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news