CNG-PNG Rate Hike: CNG અને PNGના ભાવમાં ગુજરાતમાં 5 ટકાનો વધારો, કોમનમેનનો મરો થશે

આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતમાં આ વધેલા ભાવ આજથી અમલમાં આવી જશે. જેને પગલે ભાડાં પર પણ અસર થઈ શકે છે. 

CNG-PNG Rate Hike: CNG અને PNGના ભાવમાં ગુજરાતમાં 5 ટકાનો વધારો, કોમનમેનનો મરો થશે

CNG-PNG Rate Hike : લોકો ગમે તે કરે પણ મોંઘવારી એમનો પીછો છોડતી નથી. શાકભાજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો કમરતોડ વધારો સામે હાલમાં ફરી એકવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી કિંમતોનો મધ્યમ વર્ગને ખુબ પરેશાની થઈ રહી છે. ત્યારે ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. 

આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો છે. ગુજરાતમાં આ વધેલા ભાવ આજથી અમલમાં આવી જશે. જેને પગલે ભાડાં પર પણ અસર થઈ શકે છે. 

CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો
ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ સાથે ગુજરાત ગેસે પણ PNGના ભાવમાં વધારો કર્યો છે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. ગુજરાત ગેસનો PNG ભાવ ઘટીને રૂ. 50.43 પ્રતિ SCM થયો છે. તેમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM પર રુપિયા 7નો ઘટાડો કર્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે. જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2022 વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ભારતમાં CNGની કિંમતોમાં માત્ર 84 ટકાનો વધારો થયો છે. 

1 ડિસેમ્બરના રોજ રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. 19 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર કોમર્શિયલ હોય છે અને 14.2 કિલોગ્રામનો ગેસ સિલિન્ડર ઘરેલુ રસોઈ ગેસ હોય છે. આમ સામાન્ય ગુજરાતીઓને નવા વર્ષમા ઝટકો લાગ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news