ચૂલાની રાખમાં એવું તો શું હોય છેકે, લોકો ઉંચી કિંમત ખર્ચીને ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?

એક કહેવત છે કે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. અહીંયા ઈતિહાસમાં ઉપયોગ થનારી પ્રોડક્ટ પોતાનું પુનરાવર્તન કરી રહ્યું છે. જે ઉત્પાદન એકસમયે આપણા ઘરમાં મફત કરવામાં આવતો હતો. પરંતુ આજે તેના માટે હજારો રૂપિયા આપવા પડી રહ્યા છે.

ચૂલાની રાખમાં એવું તો શું હોય છેકે, લોકો ઉંચી કિંમત ખર્ચીને ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?

 

Once we used to eat utensils from the ashes of the hearth, all this stopped in the name of modernization. Now 1 kg ash is available online for 1200 rupees

 

નવી દિલ્લી: આપણે ઘરમાં પોતાના દાદા-દાદી અને સિનિયર સિટીઝનની ઉંમરના લોકોને ગાયના છાણા અને લાકડાને ચૂલો સળગાવવા માટે કરતા હતા.ત્યારબાદ ચૂલામાંથી નીકળતી રાખમાંથી વાસણ માંજતા હતા. આજે પણ અનેક શુદ્ધ કામ માટે અનેક મકાનમાં વાસણો સર્ફ કે બારની જગ્યાએ રાખમાંથી જ કરવામાં આવે છે. જોકે સમયની સાથે તે બહુ ઓછું થઈ ગયું અને મોડર્નાઈઝેશનના નામ પર તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હવે ફરી એકવાર લોકો રાખને ખરીદીને તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. 

1800 રૂપિયા કિલો મળે છે રાખ:
ઓનલાઈન વેપારી જેવા કે એમેઝોન પર રાખ 1800 રૂપિયે કિલો મળી રહી છે. પહેલા જે રાખ ઘરમાં સામાન્ય રીતે મળી જતી હતી  તેને હવે શહેરોમાં હજારો રૂપિયામાં વેચવામાં આવી રહી છે. સ્પષ્ટ છે કે માગ હોવાના કારણે તેને મોંઘા ભાવે વેચવામાં આવી રહી છે. એમેઝોન પર એક કંપની દ્વારા વેચવામાં આવી રહેલી રાખ વિશે લખ્યું છે કે આ વાસણ માંજવા માટે એકદમ સારી પ્રોડક્ટ છે. જણાવી દઈએ કે રાખને ખુલ્લામાં નહીં પરંતુ એક શાનદાર પેકિંગની સાથે વેચવામાં આવી રહી છે. 

આવી અનેક પ્રોડક્ટ આવી ચૂકી છે ઓનલાઈન:
એવું નથી કે આ કોઈ પહેલું ઉત્પાદન છે જેનો આપણા પૂર્વજ ઉપયોગ કરતા અને હવે તેને ફરીથી ઓનલાઈન વેચવામાં આવી આવી રહી છે. આ પહેલાં દાતણ, પાનમાંથી બનેલા વાસણ, પૂજા માટે લાકડા અને ત્યાં સુધી ગાયના છાણમાંથી તૈયાર થયેલા છાણા સેંકડો રૂપિયામાં મળે છે. જે સામાન આપણને સામાન્ય રીતે ફ્રીમાં મળી જતો હતો. પરંતુ હવે તેના માટે હવે પૈસા ચૂકવવા પડે છે. 

રાખની સાથે શું મુશ્કેલી હતી:
રાખનો ઘરમાં ઉપયોગ એટલા માટે બંધ થઈ ગયો. કેમકે ચૂલા પર ખાવાનું બનાવવાનું બંધ થઈ ગયું છે. જોકે લાકડા કે છાણાને સળગાવવાથી ધુમાડો થતો હતો. તેને પર્યાવરણ માટે હાનિકારક જણાવવામાં આવ્યું હતું. સાથે જ અનેક વખત તેને સળગાવવા માટે ચૂલામાં કોલસો પણ નાંખવામાં આવતો હતો. જે એક સીમિત જીવાશ્મ ઈંધણ છે તો પર્યાવરણ માટે પણ ખતરનાક છે. આ તર્કની સાથે જે વસ્તુ આપણે બંધ કરી દીધી હતી. તે જ વસ્તુઓ ફરી-ફરીને હવે આપણા જીવનમાં ફરી પાછી આવવા લાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news