SGB Scheme: હવે 20 જૂનથી આ રીતે ખરીદો સસ્તું સોનું, કેન્દ્ર સરકાર આપી રહી છે આ તક

Sovereign Gold Bond Scheme: કેન્દ્ર સરકાર ફરી એકવાર તમને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. સોનું ખરીદવાની આ યોજના 20 જૂનથી પાંચ દિવસ માટે શરૂ કરવામાં આવશે. આ માટે ઇશ્યુ પ્રાઈઝ 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

SGB Scheme: હવે 20 જૂનથી આ રીતે ખરીદો સસ્તું સોનું, કેન્દ્ર સરકાર આપી રહી છે આ તક

Sovereign Gold Bond Scheme: જો તમે પણ સસ્તામાં સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકાર ફરી એકવાર તમને સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. તમે પણ સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23 ની પહેલી સીરિઝ હેઠળ સોનું ખરીદી શકો છો.

20 જૂનથી પાંચ દિવસ માટે ખુલશે યોજના
સોનું ખરીદવાની આ યોજના 20 જૂનથી પાંચ દિવસ માટે ખુલશે. આ માટે ઇશ્યુ પ્રાઈઝ 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક તરફથી આ જાણકારી આપવામાં આવી છે. સરકારી ગોલ્ડ બોન્ડ યોજના 2022-23 ની પહેલી સીરિઝ માટે 20 થી 24 જૂન 2022 વચ્ચે ખુલશે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે.

ઓનલાઈન પેમેન્ટ પર 50 રૂપિયા પ્રતિ ગ્રામનો ફાયદો
આરબીઆઇએ કહ્યું, ઓનલાઈન અથવા ડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે આવેદન અને ચૂકવણી કરનાર રોકાણકાર માટે ઇશ્યૂ કિંમત 50 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછા હશે. આ પ્રકારના રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5041 રૂપિયા પ્રતિ ગ્રામ છે. ગોલ્ડ બોન્ડ યોજના 2022-23 ની બીજી સીરિઝ આવેદન માટે 22 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય બેંક ખરેખરમાં ભારત સરકાર તરફથી બોન્ડ જાહેર કરે છે. આ માત્ર નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિંદુ પરિવારો, ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓને વેચી શકાય છે. ગત નાણાકીય વર્ષે 2021-22 માં કુલ 12,991 કરોડ રૂપિયા મૂલ્યના 10 હપ્તામાં એસજીબી જાહેર કર્યા હતા.

સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે ચાર કિલોગ્રામ, એચયૂએફ માટે ચાર કિલોગ્રામ અને ટ્રસ્ટ તથા સમાન સંસ્થાઓ માટે 20 કિલોગ્રામ છે. સોનાની ભૌતિક માંગને ઘટાડવાના ઇરાદાથી સૌથી પહેલા ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015 માં લોન્ચ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news