Business Idea: એક એવો બિઝનેસ...જે તમને ઓછા રોકાણે દર મહિને કરાવશે 55થી 60 હજાર રૂપિયાની તગડી કમાણી

આજકાલ લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ મોટી કમાણીવાળી બિઝનેસ આઈડિયા ન મળી શકવાના કારણે આવું કરી શકતા નથી. આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જેને તમે ઓછા રોકાણથી શરૂ કરી શકશો અને સાથે જોરદાર નફો પણ રળી શકશો. 

Business Idea: એક એવો બિઝનેસ...જે તમને ઓછા રોકાણે દર મહિને કરાવશે 55થી 60 હજાર રૂપિયાની તગડી કમાણી

Business Idea: જો તમે પણ ઓછા રોકાણમાં તગડો નફો કરવા માંગતા હોવ તો આ બિઝનેસ તમારા માટે મદદગાર સાબિત થશે. આજકાલ લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે પરંતુ મોટી કમાણીવાળી બિઝનેસ આઈડિયા ન મળી શકવાના કારણે આવું કરી શકતા નથી. આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જેને તમે ઓછા રોકાણથી શરૂ કરી શકશો અને સાથે જોરદાર નફો પણ રળી શકશો. 

બજારમાં હર્બલ પ્રોડક્ટની માંગણી વધવાથી આ ક્ષેત્રમાં કારોબારની તકો વધી છે અને કમાણીના અવસર બન્યા છે. એપ્રિકોટ તેલમાં એન્ટી એજિંગ ગુણ હોય છે. તે ત્વચાને પોષણ આપે છે જેનાથી વધતી ઉંમરના લક્ષણો ઓછા થાય છે. આ તેલ રૂક્ષ અને પતરીવાળા સ્કલ્પની સારવારમાં પણ મદદ કરે છે. એપ્રિકોટ ઓઈલની કોસ્મેટિક, ફાર્માસ્યૂટિકલ, અરોમાથેરેપીમાં જબરદસ્ત માંગણી છે. આવામાં તમે એપ્રિકોટ ઓઈલ પ્રોસેસિંગ યુનિટ લગાવીને સારી કમાણી કરી શકો છો. 

ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ના રિપોર્ટ મુજબ 2020-2025 દરમિયાન ગ્લોબલ એપ્રિકોટ ઓઈલનું બજાર 4.8% CGAR થી વધવાનું અનુમાન છે. બજારમાં હાઈ ક્વોલિટીવાળા જરૂરી તેલોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકો વચ્ચે વધતી માંગણીની સાથે ઓર્ગેનિક હેલ્થ આધારિત પ્રોડક્ટ્સની મજબૂત માંગથી સપોર્ટ મળ્યો છે. આવામાં આ બિઝનેસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

પ્રોજેક્ટ કોસ્ટ
કેવીઆઈસીએ એપ્રિકોટ ઓઈલ પ્રોસેસિંગ યુનિટ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે મુજબ એપ્રિકોટ ઓઈલ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરવાનો ખર્ચો 10.79 લાખ રૂપિયા છે. જો કે તમે તેને ફક્ત 1 લાખ 80 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. બાકી રકમ તમે  ફાઈનાન્સ કરાવી શકો છો. 

પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ એપ્રિકોટ ઓઈલ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે તમારી પાસે પોતાની જમીન કે રેન્ટેડ સ્પેસ હોવી જોઈએ. પ્લાન્ટ એન્ડ મશીનરી પર 5 લાખ રૂપિયા, ફર્નીચર અને ફિક્સર્સ પર 1 લાખ 50 હજાર રૂપિયા અને વર્કિંગ કેપિટલ માટે 4 લાખ 29 હજાર રૂપિયાની જરૂર પડશે. 

દર મહિને 50થી 60 હજાર રૂપિયા કમાઓ
કેવીઆઈસી મુજબ એપ્રિકોટ ઓઈલ પ્રોસેસિંગ યુનિટ(Apricot Oil Processing Unit)ના બિઝનેસથી તમને દર મહિને 60 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. પહેલા વર્ષમાં તમારો નફો 2.08 લાખ રૂપિયા રહેશે. જો કે બિઝનેસ વધવાની સાથે સાથે તમારો નફો પણ વધતો જશે અને પાંચમા વર્ષે તમને લગભગ 6 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news