Budget 2020:  LICનો એક હિસ્સો વેચશે સરકાર, મિડલ ક્લાસને મોટી રાહત, ટેક્સ સ્લેબમાં સરકારે કર્યો ફેરફાર

Budget 2020: નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ (Budget 2020)ની થોડીવારમાં જાહેરાત થવાની છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ છે જેને નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) રજૂ કરશે.

Budget 2020:  LICનો એક હિસ્સો વેચશે સરકાર, મિડલ ક્લાસને મોટી રાહત, ટેક્સ સ્લેબમાં સરકારે કર્યો ફેરફાર

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ (Budget 2020)ની થોડીવારમાં જાહેરાત થવાની છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ છે જેને નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) રજૂ કરશે. આર્થિક સ્તર પર ઘણા પડકારોનો સામનો કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે નાણામંત્રીની પોટલીમાંથી શું-શું નિકળશે એ તો 11 વાગે ખબર પડી જશે. પરંતુ બજેટ પહેલાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2020-21માં GDP ગ્રોથ 6-6.5% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. 

નાણામંત્રીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાની પરવાનગી બાદ વર્ષ 2020-21નું બજેટ દેશ સમક્ષ રાખવાનું શરૂ કર્યું. આ દરમિયાન સ્પીકરે કહ્યું કે નવા દાયકાનું નવું બજેટ રજૂ કરી રહ્યા છે નિર્મલા સીતારમણ. 

New Income Tax Slab....હવે આવો હશે નવો ટેક્સ સ્લેબ
5% - 2.5 – 5 લાખ પર.
10% - 5-7.5 લાખ પર.
15% - 7.5 – 10 લાખ પર.
20% - 10 – 12.5 લાખ પર.
25% - 12.5 – 15 લાખ પર.
30% - 15 લાખ અને તેનાથી વધુની કમાણી પર

મિડલ ક્લાસને મોટી રાહત, ટેક્સ સ્લેબમાં સરકારે કર્યો ફેરફાર
ટેક્સ સ્લેબને લઇને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. ટેક્સ પેયર્સને રાહત આપતાં નાણામંત્રીએ કહ્યું કે હવે
5 થી 7.5 લાખ રૂપિયાની કમાણી સુધી 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 
7.5 થી 10 લાખ રૂપિયાની કમાણી સુધી 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 
10 થી 12.5 લાખ રૂપિયાની કમાણી સુધી 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 
12.5-15 લાખ રૂપિયાની કમાણી સુધી 25 ટકા ટેક્સ ચૂકવવો પડશે. 

નાણામંત્રીની મોટી જાહેરાત- LIC માં પોતાની કેટલીક ભાગીદારી વેચશે સરકાર
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે સરકાર LICમાં પોતાના ભાગને વેચશે. નાણામંત્રીની આ જાહેરાત સાથે જ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો. નાણામંત્રીએ કહ્યું કે 15મા નાણાકીય પંચે પોતાનો રિપોર્ટ આપી દીધો છે, જેને સરકારે સ્વિકારી લીધો છે. 

નાણામંત્રીએ કહ્યું કે 2020-21 માટે જીડીપીનું અનુમાન 10 ટકાનું છે. આ નાણાકીય વર્ષમાં ખર્ચનું અનુમાન 26 લાખ કરોડ રૂપિયાનું છે. 

IDBI બેન્કની બાકી પૂંજીને સ્ટોક એક્સચેંજમાં વેચવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે બેંકોમાં લોકોની જમા 5 લાખ રૂપિયા સુધીની રકમ હવે સુરક્ષિત રહેશે. પહેલાં આ સીમા 1 લાખ રૂપિયાની હતી. 

નાણામંત્રીએ લદ્દાખ માટે કરી 5958 કરોડ રૂપિયાની જાહેરાત
2020માં ભારત જી-20 સંમેલનનું આયોજન કરશે, તેના માટે સરકાર દ્વારા 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા લદ્દાખ માટે 5958 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સુરક્ષા અમારા માટે મોટો મુદ્દો, અમારી સરકાર ભ્રષ્ટાચાર મુક્ત
નાણામંત્રી નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી કે ઐતિહાસિક ધરોહર માટે 300 કરોડનું પેકેજ આપવામાં આવશે. મોટા શહેરોમાં સ્વચ્છ હવા માટે 4400 કરોડ રૂપિયા જાહેરાત કરવામાં આવશે. એક સારા દેશને ચલાવવા માટે જે બિંદુઓનો ઉલ્લેખ જરૂરી છે, મોદી સરકારે તે તમામને પુરા કર્યા છે. 

નાણા મંત્રીએ કહ્યું કે દેશમાં સુરક્ષાનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકાર ભ્રષ્ટાચર મુક્ત રહી છે. 

પોતાના ભાષણમાં ટેક્સપેયર્સ માટે નાણામંત્રીએ કહ્યું કે દેશમાં ટેક્સના નામે સંગ્રહ સહન કરવામાં નહી આવે, ટેક્સપેયર્સ માટે સરકારે મોટા પગલાં ભર્યા છે. કંપની અધિનિયમમાં ફેરફાર કરવામાં આવશે. નોન ગેજેટ પોસ્ટ માટે કોમન ટેસ્ટ કરાવવામાં આવશે. આ સાથે જ રાષ્ટ્રીય ભરતી એજન્સીનો પ્રસ્તાવ રાખવામાં આવશે. 

ઇન્ડીયન ઇંસ્ટીટ્યૂટ ઓફ ક્લચર બનાવવાનો પ્રસ્તાવ
દેશમાં કેટલાક આઇકોનિક મ્યૂઝિયમ બનાવવામાં આવશે, જેમાં મેરઠ જિલ્લાનું હસ્તિનાપુર પણ સામેલ છે. રાખીઘડી, હસ્તિનાપુર, શિવસાગર, ધોળાવીરા ગુજરાત, તમિલનાડુના આદિચનલ્લૂર ગામનો ઉલ્લેખ.  

મહિલાઓ માટે સરકારની મોટી જાહેરાત, બદલાઇ શકે છે માતૃત્વની ઉંમર!
એક લાખ ગ્રામ પંચાયતોને આ વર્ષે ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવશે. ભારતનેટ યોજના હેઠળ 6000 કરોડ રૂપિયાની જાહેરાત.
બેટી બચાવો-બેટી પઢાઓ યોજનાને સારું સમર્થન મળ્યું, આ યોજના દ્વારા બાળ રેશિયામાં વધારાનું અંતર જોવા મળ્યું છે. 10 કરોડ પરિવારોના ન્યૂટ્રિશનની જાણકારી આપી. 6 લાખથી વધુ આંગણવાડી કાર્યકર્તાઓને સ્માર્ટફોન આપવામાં આવશે.
મહિલાના લગ્નની ઉંમર વધારવામાં આવી હતી, હવે અમારી સરકાર છોકરીઓના મા બનવાની ઉંમરને લઇને પણ ચર્ચા કરી રહી છે. એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે જે 6 મહિનામાં આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરશે.

ટૂંક સમયમાં દોડશે ટ્રેન, દેશમાં બનાવવામાં આવશે 100 એરપોર્ટ: નિર્મલા સીતારમણ
દેશમાં ઇંફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટું રોકાણ કરશે. તેના હેઠળ મોર્ડન રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન, લોજિસ્ટિક સેન્ટર્સ બનાવવામાં આવશે. ઇંફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને પોતાના સ્ટાર્ટઅપમાં યુવાનોને જોડવાની અપીલ કરવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે, ચેન્નઇ-બેગલુરૂ એક્સપ્રેસ-વેને જલ્દી જ પુરો કરવામાં આવશે. 

600 કિમીવાળા હાઇવેને મોનિટાઇઝ કરવામાં આવશે, દેશમાં 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. 24000 કિમી ટ્રેનને ઇલેક્ટ્રોનિક બનાવવામાં આવશે. તેજસ ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે, જોકે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન સુધી જશે. મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના કામમાં તેજી લાવવામાં આવશે. જળ વિકાસ માર્ગને વધારવામાં આવશે. આ માર્ગને અસમ સુધી વધારવાની યોજના છે. ટ્રાંસપોર્ટમાં 1.70 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 

મેન્યુફેક્ચરિંગ હબ બનશે દેશ, દરેક જિલ્લા સુધી પહોંચશે સરકાર: નિર્મલા
પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલની રચના જેના દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓની મદદ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ઇંડસ્ટ્રી માટે સરકાર દ્વારા નવી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરને પ્રોત્સાહન આપવામાં આવશે. દરેક જિલ્લામાં એક્સપોર્ટ હબ બનાવવા માટે યોજના ચલાવવામાં આવશે. તેના માટે નિર્વિક યોજના હેઠળ લોકોને લોન આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરવાનો ટાર્ગેટ છે.

શિક્ષણ માટે મોદી સરકારે ખોલ્યો પટારો, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ
હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. ટૂંક સમયમાં જ સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિની જાહેરાત કરવામાં આવશે. જિલ્લા હોસ્પિટલમાં હવે મેડિકલ કોલેજો બનાવવાની યોજના પણ બનાવવામાં આવશે. લોકલ બોડીમાં કામ કરવા માટે યુવા એન્જીનિયર્સને ઇન્ટરશિપની સુવિધા આપવામાં આવશે. 

ઉચ્ચ શિક્ષણને સારું બનાવવા માટે સરકાર કામ કરી રહી છે, દુનિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ભારતના વિદ્યાર્થીઓને પણ એશિયા, આફ્રીકાના દેશોમાં મોકલવામાં આવશે. રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય ન્યાયિક વિજ્ઞાન યુનિવર્સિટી બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ડોક્ટરો માટે એક બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેથી પ્રેક્ટિકલ કરનાર ડોક્ટરોને પ્રોફેશનલ વાતો વિશે શિખવાડવામાં આવશે.

સ્વાસ્થ સુધારા માટે નિર્મલા સીતારમણની જાહેરાત, સ્વાસ્થ્ય યોજનાઓને 70 હજાર કરોડ
ફિટ ઇન્ડીયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર મોટા પગલાં ભરી રહી છે. આયુષ્માન ભારત યોજનામાં હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવશે, જેથી T-2, T-3 શહેરોમાં મદદ પહોંચાડવામાં આવશે. તેના માટે પીપીપી મોડલની મદદ લેવામાં આવશે. જેમાં બે ફેજમાં હોસ્પિટલોને જોડવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઇંદ્રધનુષ્ય મિશનનો વિસ્તાર કરવામાં આવશે. 

મેડિકલ ડિવાઇસ પર જે પણ ટેક્સ મળે છે, તેનો ઉપયોગ મેડિકલ સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. ટીબીના વિરૂદ્ધ દેશમાં અભિયાન શરૂ કરવામાં આવશે, 'ટીબી હારશે, દેશ જીતશે.' સરકાર દ્વારા દેશને 2025 સુધી ટીબી મુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વડાપ્રધાન જન ઔષધિ યોજના હેઠળ સેન્ટર્સની સંખ્યા વધારવામાં આવશે. સ્વાસ્થ્ય યોજનાઓ માટે લગભગ 70 હજાર કરોડની જાહેરાત. 

હવે વિમાન દ્વારા જશે ખેડૂતોનો સામાન, નાણામંત્રીની મોટી જાહેરાત
પોતાના સંબોધનમાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા કૃષિ વિકાસ યોજનાને લાગૂ કરવામાં આવી છે, પીએમ ફસલ વીમા યોજના હેઠળ કરોડો  ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં આવશે. સરકારનો ટાર્ગેટ ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ખેડૂતોના માર્કેટ ખોલાવાની જરૂરિયાત છે. જેથી તેમની આવક વધારી શકાય. ખેડૂતો માટે મોટી જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતો માટે 16 સૂત્રો ફોર્મૂલાની જાહેરાત કરે છે. જેથી ખેડૂતોને ફાયદો પહોંચાડી શકાશે. 

1. મોર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકારો દ્વારા લાગૂ કરાવવી. 
2. 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડૂતોને પાણીની સમસ્યા ન થાય.
3. પીએમ કુસૂમ સ્કીમ દ્વારા ખેડૂતોના પંપને સોલાર પંપ સાથે જોડવામાં આવશે. તેમાં 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત 15 લાખ ખેડૂતોના ગ્રિડ પંપને પણ સોલાર સાથે જોડવામાં આવશે. 
4. ફર્ટિલાઇઝરનો બેલેન્સ ઉપયોગ કરવો, જેથી ખેડૂતોને પાકમાં ફર્ટિલાઇઝરના ઉપયોગની જાણકારીને વધારી શકાય.
5. દેશમાં હાલ વેર હાઉસ, કોડ સ્ટોરેજને નબોર્ડ પોતાના અંડરમાં લેશે અને નવી રીતે તેને ડેવલોપ કરવામાં આવશે. દેશમાં વધુ વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. તેના માટે PPP મોડલ અપનાવવામાં આવશે. 
6. મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરી, જેના હેઠળ બીજ સાથે જોડાયેલી યોજનાઓમાં મહિલાઓને મુખ્યરૂપથી જોડવામાં આવશે. 
7. કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ, નેશનલ રૂટ પર આ યોજનાને શરૂ કરવામાં આવશે.  
8. દૂધ, માંસ, મચ્છી સહિત ખારબ થનાર યોજનાઓ માટે રેલ પણ ચલાવવામાં આવશે. 
9. ખેડૂત્ના અનુસાર એક જિલ્લો, એક પ્રોડક્ટ પર ફોકસ કરવામાં આવશે.
10. જૈવિક ખેતી દ્વારા ઓનલાઇન માર્કેટને વધારવામાં આવશે.
11. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને 2021 માટે વધારવામાં આવશે.
12. દૂધના પ્રોડક્શનને બમણું કરવા માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવશે.
13. મનરેગાની અંદર ચારાગાહને જોડવામાં આવશે.
14. બ્લૂ ઇકોનોમી દ્વારા મત્સપાલનને પ્રોત્સાહન આપવામાં આવશે.
15. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
16. ખેડૂતોને આપવામાં આવતી મદદને દીન દયાળ યોજના હેઠળ વધારવામાં આવશે.

કેન્દ્ર સરકાર દેવું ઘટીને હવે 48.7 ટકા પર આવી ગયું છે. આ બજેટમાં ત્રણ પાસાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, તેમાં આશાઓનું ભારત, ઇકોનોમિક ડેવલોપમેન્ટ અને કેયરિંગ સમાજને સામેલ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નિર્મલા સીતારમણએ કાશ્મીરીમાં એક શેર વાંચ્યો. તેમણે ભાષણમાં કહ્યું કે 'હમારા વતન ખિલતે હુએ શાલીમાર બાગ જૈસે, હમારા વતન ડલ ઝીલમાં ખિલતે હુએ કમલ જૈસા, નૌજવાનો કે ગર્મ ખૂન જૈસા, મેરા વતન-તેરા વતન-હમારા વતન-દુનિયા કા સબસે પ્યારા વતન.

નાણામંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસની નીતિ પર આગળ વધી રહી છે. ભારત આજે દુનિયામાં વધતી જતી અર્થવ્યવસ્થાઓનું નેતૃત્વ કરી રહી છે. 2014 થી 2019 વચ્ચે મોદી સરકારની નીતિઓના લીધે 284 બિલિયન ડોલરની FDI આવી, જેણે વેપારને વધાર્યો. 

પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટીને બનાવનાર આજે અમારી સાથે નથી, હું અરૂણ જેટલીજીને શ્રદ્ધાંજલિ પાઠવું છું. દેશના લોકોની સેવા માટે અમારી સરકારે એક દેશ એક ટેક્સ કાયદો લાગૂ કરવાનો નિર્ણય કર્યો. જીએસટીનું કલેક્શન સતત વધી રહ્યું છે અને તાજેતરમાં જ તેમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

જીએસટી કાઉન્સિલ દ્વારા લોકોની સમસ્યાઓને સાંભળવામાં આવી રહી છે. એક પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર દ્વારા મોકલવામાં આવેલા પૈસા ગરીબો સુધી પહોંચતા નથી, પરંતુ આપણા વડાપ્રધાને આ દુવિધાને દૂર કરી. હવે સીધા લોકોના ખાતામાં આવે છે. 

નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમત મળ્યો. 2019ની ચૂંટણીના પરિણામો અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે. લોકોને અમારી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણનો પરિવાર પણ સંસદ ભવન પહોંચ્યો. નાણામંત્રીની પુત્રી પરકલા વાંગમયી સંસદ ભવન પહોંચી.

સંસદ ભવનમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બજેટ 2020ને મંજૂરી આપવામાં આવી. લોકસભામાં 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, પ્રકાશ જાવડેકર અને પીયૂષ ગોયલ પણ કેબિનેટ મીટિંગ માટે સંસદ ભવન પહોંચ્યા. 

બજેટ રજૂ કરતાં પહેલાં સંસદ ભવનમાં કેબિનેટની મીટિંગ થવાની છે. પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે સંસદ ભવન પહોંચી ગયા છે. આ મીટિંગમાં ભાગ લેવા માટે સરકારના મંત્રી પહોંચી ચૂક્યા છે. આ સાથે જ બજેટની કોપીઓ પણ આકારી સુરક્ષા વચ્ચે સંસદ ભવન પહોંચી ગઇ છે. સંસદ ભવનની અંદર જતાં પહેલાં આ કોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. 

— ANI (@ANI) February 1, 2020

વડાપ્રધાન નરેંદ્ર મોદી સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. સવા 10 વાગે થનાર કેબિનેટ બેઠક માટે પીએમ મોદી સંસદ ભવન પહોંચી ગયા છે. કેબિનેટ મંજૂરી બાદ નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરશે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની કોપી સોંપ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુર સંસદ ભવન પહોંચ્યા. અહીં સવા 10 વાગે કેબિનેટની બેઠક થશે. બજેટને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ 11 વાગે સંસદ ભવનમાં બજેટ રજૂ કરવામાં આવશે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટના વહી ખાતા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર કરાવ્યા અને હવે સંસદ ભવન નિકળી ચૂકી છે. અહીં નાણામંત્રી બજેટ રજૂ કરતાં પહેલાં કેબિનેટ બેઠકમાં ભાગ લેશે. 

— ANI (@ANI) February 1, 2020

બજેટ 2020 સંસદમાં રજૂ કરતાં પહેલાં તેની અસર શેર માર્કેટ પર જોવા મળી રહી છે. 

— ANI (@ANI) February 1, 2020

નાણામંત્રી લાલ રંગ કપડામાં લપેટી 'વહી ખાતા' સાથે મંત્રાલયથી નિકળી.

— ANI (@ANI) February 1, 2020

— ANI (@ANI) February 1, 2020

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2020 પર રાષ્ટ્રપતિના હસ્તક્ષર કરવા માટે નાણામંત્રી મંત્રાલયથી ભવન માટે નિકળ્યા. તેમની સાથે રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર અને મંત્રાલયના અધિકાર પણ હાજર રહ્યા. 

રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 'મોદી સરકાર સબકા સાથે સબકા વિકાસના નારા પર વિશ્વાસ કરે છે. દેશવાસીઓના મંતવ્ય આવ્યા છે. આ બજેટ દેશ માટે અને દેશવાસીઓ માટે સારું હોય એ અમારો પ્રયત્ન છે. 

— ANI (@ANI) February 1, 2020

રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે આજ નાણા મંત્રાલ્ય પહોંચતાં પહેલાં પોતાના નિવાસ પર બનેલા હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. 

— ANI (@ANI) February 1, 2020

નાણા મંત્રી સવારે લગભગ 8.30 વાગે નાણા મંત્રાલય પહોંચી ગઇ. 

— ANI (@ANI) February 1, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news