તહેવારો પહેલાં સસ્તું થશે Cooking Oil, જમાખોરી પર લગાવવામાં આવશે લગામ

સરકારનું કહેવું છે ખાદ્ય ઓઇલના આયાત (Import) પર કસ્ટમના ભાવને ઓછા કરવા છતાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો નથી અને તેનું એક કારણ જમાખોરી હોઇ શકે છે.

તહેવારો પહેલાં સસ્તું થશે Cooking Oil, જમાખોરી પર લગાવવામાં આવશે લગામ

નવી દિલ્હી: ગત એક વર્ષમાં તેલના ભાવમાં મોટો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ બાદ ખાદ્ય તેલના વધતા જતા ભાવથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી છે. પરંતુ હવે તહેવારો પર તેલના ભાવ પર લગાવા માટે ગ્રાહકો Ministry of Consumer Affairs, Food and Public Distribution એકશનમાં આવી ગયું છે. આજે ખાદ્ય સચિવે રાજ્યોના પ્રતિનિધિઓ અને ઇંડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત બાદ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ઓક્ટોબરથી ખાદ્યતેલના ભાવ ઘટવા લાગશે. 

સારી ઉપજથી આશા
સરકારે જણાવ્યું કે આ વર્ષે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ છતાં સોયાબીનની સારી ઉપજ થવાની આશા છે. રાજ્યોનું માનીએ તો ઉત્પાદન ગત વર્ષના મુકાબલે વધુ થશે. સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ પામ અને સોયાબીન ઓઇલના ભાવમાં ઘટાડો આવ્યો છે, તેનાથી દેશમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવશે. 

જમાખોરી પર સરકારનું સખત વલણ
સરકારનું કહેવું છે ખાદ્ય ઓઇલના આયાત (Import) પર કસ્ટમના ભાવને ઓછા કરવા છતાં ભાવમાં ઘટાડો થઇ રહ્યો નથી અને તેનું એક કારણ જમાખોરી હોઇ શકે છે. એટલા માટે જમાખોરી પર લગામ લગાવવા માટે જરૂરી વસ્તુ અધિનિયમ (ESA) હેઠળ કારોબારી, વેપારીઓ, પ્રોસેસિંગ કરનાર એકમોને પોતાના સ્ટોકનો ખુલાસો કરવો પડશે. આ કામ રાજ્ય સર્કારો કરશે અને તેમને જરૂરી વસ્તુ અધિનિયમ હેઠળ આ અધિકાર આપવામાં આવ્યો છે. 

પોર્ટલ લાવશે સરકાર
કઠોળની માફક ખાદ્ય તેલ અને તલના હાલના સ્ટોકને સાર્વજનિક કરવા માટે જલદી એક પોર્ટલ લાવશે જે આગામી અઠવાડિયા સુધી ચાલુ થઇ જશે. વેપારી આ પોર્ટલ દ્વારા પોતાના સ્ટોકનું ડિસ્કોજર આપી શકે છે જેને રાજ્ય સરકાર મોનિટર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news