વર્ષો બાદ આજે પણ હીટ છે આ સરકારી સ્કીમ! શું તમારે પણ પૈસા ડબલ કરવા છે?
Investment Scheme: ભારત સરકાર દ્વારા નાગરિકો બચત કરી શકે તે માટે અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી છે. આવી યોજનાઓમાં એક યોજના એવી છે જેમાં પૈસા ડબલ થવાનો ચાન્સ છે. જાણો વિગતવાર...
Trending Photos
Best Post office Scheme: વર્ષો વીતી ગયા ઘણી સરકારી યોજના નવી આવી પણ એક સરકારી યોજના એવી છે જેમાં આજે પણ લોકો સૌથી વધારે વિશ્વાસ મુકે છે. એક સરકારી યોજના એવી છે જેના પર આજે પણ લોકોને સૌથી વધારે ભરોસો છે. અહીં વાત થઈ રહી છે પોસ્ટ ઓફિસની સ્કીમની. આજે પણ લોકો રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ સ્કીમ (Post Office Scheme) પર વિશ્વાસ છે.
પોસ્ટ ઓફિસ પોલિસીમાં સુરક્ષાની સાથે સારું વળતર પણ મળે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસની કોઈ પોલિસી (Post office Policy) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ નીતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમારા રૂપિયા એકના ડબલ થવામાં વાર નહીં લાગે.
વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)-
આ યોજનાનું નામ છે, તે જ રીતે આ યોજના કામ કરે છે. વરિષ્ઠ નાગરિકો માટેની આ સ્કીમમાં ઊંચા દરે વ્યાજ મળે છે. આ સ્કીમમાં 7.4% વ્યાજ મળે છે. આમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં 9 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે.
સુકન્યા સમૃદ્ધી યોજના-
સુકન્યા સમૃદ્ધી યોજના (SSYY) દીકરીઓ માટે કેન્દ્ર સરકારે નાની બચત યોજના શરૂ કરી છે, આ યોજના બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ યોજનામાં સૌથી વધુ વ્યાજ 7.6 ટકા છે. આ સ્કીમમાં તમારા રૂપિયા 9 વર્ષમાં ડબલ થઈ જાય છે.
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS)-
આ યોજના હેઠળ રૂ.1000માં ખાતું ખોલાવી શકાય છે. એક ખાતામાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો તમે સંયુક્ત ખાતું ખોલાવો છો તો 9 લાખ રૂપિયા જમા કરી શકો છો. આ યોજના હેઠળ રોકાણ કરવા પર 6.6% વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા રૂપિયા 10 વર્ષમાં બમણા થઈ જશે.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ (TD)-
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે રૂપિયા જમા કરાવી શકાય છે. ફાયદો એ છે કે અહીં વ્યાજ દર બેંક કરતા વધારે છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ હેઠળ, 5 વર્ષ સુધી રૂપિયા જમા કરાવા પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આમાં, તમારા રૂપિયા 10 વર્ષમાં ડબલ થઈ જશે.
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ-
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) પર હાલમાં 6.8 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ 5 વર્ષની બચત યોજના છે, જેમાં આવકવેરો પણ બચાવી શકાય છે. જો આ વ્યાજ દરે નાણાંનું રોકાણ કરવામાં આવે તો લગભગ 10 વર્ષમાં તે બમણું થઈ જશે.
(Disclaimer: સરકાર દ્વારા વખતો વખત યોજનાઓમાં નવા હકારાત્મક ફેરફારો લોકોની સુખાકારી માટે કરવામાં આવતા હોય છે તેથી લેટેસ્ટ સ્થિતિ જાણીને તમે પણ લઈ શકો છો યોજનાનો લાભ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે