Loan EMI: આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી ભેટ, Home-Car લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો, EMIનો ભાર ઓછો થશે

Home Loan EMI: રિટેલ લોન વધારવા માટે બેન્ક ઓફ મહારાષ્ટ્રએ 12 ઓગસ્ટે હોમ લોન (Home Loan) અને કાર લોન (Car Loan)ના રેટમાં મોટો ઘટાડો કર્યો છે. 

Loan EMI: આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી ભેટ, Home-Car લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો, EMIનો ભાર ઓછો થશે

નવી દિલ્હીઃ Home Loan EMI: જાહેર ક્ષેત્રની લેન્ડર બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)એ ગ્રાહકોને ભેટ આપી છે. રિટેલ લોનને પ્રોત્સાહન આપવા માટે બેન્કે 12 ઓગસ્ટે હોમ લોન (Home Loan)અને કાર લોન (Car Loan)ના રેટમાં ઘટાડો કર્યો છે. સરકારી બેન્કે હોમ અને કાર લોન માટે લેન્ડિંગ રેટમાં 20 બેસિસ પોઈન્ટ્સ (bps)સુધીનો ઘટાડો કર્યો છે. નવો રેટ 14 ઓગસ્ટ, 2023થી લાગૂ થશે. 

પ્રોસેસિંગ ચાર્જમાં છૂટ
સરકારી બેન્ક બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BoM)એ શનિવારે હોમ અને કાર લોન પર વ્યાજદરમાં 0.20% સુધીનો ઘટાડો કર્યો છે. આ સિવાય બેન્કે પ્રોસેસિંગ ચાર્જમાં છૂટની જાહેરાત કરી છે. 

હોમ અને કાર લોનનો નવો રેટ
આ ઘટાડા સાથે હોમ લોન (Home Loan) હવે વર્તમાન 8.60% ની જગ્યાએ 8.50% પર ઉપલબ્ધ હશે. બીજીતરફ કાર લોન (Car Loan)ને 0.20% ટકા સસ્તી કરી 8.70 ટકા કરી દીધી છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રએ એક નિવેદનમાં કહ્યું કે, નવો રેટ 14 ઓગસ્ટથી પ્રભાવી છે. 

ગ્રાહકોને નાણાકીય ભાર ઓછો કરવામાં મદદ
બેન્કે કહ્યું કે ઓછા વ્યાજદર અને પ્રોસેસિંગ ફીમાં છૂટના ડબલ લાભથી ગ્રાહકોને નાણાકીય ભાર ઓછો કરવામાં મદદ મળશે. 

MCLR માં કર્યો વધારો
નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે 10 ઓગસ્ટે રજૂ પોતાની નાણાકીય નીતિ સમીક્ષામાં મુખ્ય નીતિ દર રેપો રેટ (Repo Rate)ને 6.50 ટકા પર યથાવત રાખ્યો હતો. તેમ છતાં બેન્ક ઓફ મહારાષ્ટ્રએ શુક્રવારે એમસીએલઆરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. આ સાથે એક વર્ષનો એમસીએલઆર 8.50%થી વધારી 8.60 ટકા થઈ ગયો છે. નવા દર 10 ઓગસ્ટથી લાગૂ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news