જાણો અશોક લેલેન્ડના CEO અને MD વિનોદ દસારીએ કેમ આપ્યુ રાજીનામુ, આ રહ્યું કારણ

હિન્દુજા સમૂહની પ્રમુખ કંપની ઓશેક લેલેન્ડના એમડી અને સીઇઓ વિનોદ ગંસારીએ તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. 

જાણો અશોક લેલેન્ડના CEO અને MD વિનોદ દસારીએ કેમ આપ્યુ રાજીનામુ, આ રહ્યું કારણ

નવી દિલ્હી: હિન્દુજા સમૂહની પ્રમુખ કંપની અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ વિનોદ દસારીએ તેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપવા પાછળ તેમણે સમાન્ય કારણો જવાબદાર ઠેરવ્યા છે. વિનોદ કંપનીમાં 14 વર્ષથી કામ કરી રહ્યા હતા. જો કે તેમનું રાજીનામું માર્ચ 2019માં માન્ય ગણાશે. દસારીના ઉત્તરાધિકારીની નિમણૂક ન થાય ત્યા સુધી કંપનીના ચેરમેન ધીરજ હિન્દુજા આ પદ સંભાળશે. 

પોતાનો બિઝનેસ કરસે દસારી 
દસારી પોતાનો આગવો બિઝનેસ શરૂ કરવા માંગે છે. કંપની છોડતા સયમે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ નિર્ણય અચાનક લેવમાં નથી આવ્યો, 6 વર્ષ પહેલા મે આ વિશે વિચાર કરી લીધો હતો. પરંતુ રાજીનામુ આપી શક્યો ન હતો. કારણ કે મારી જવાબદારીઓથી ભાગવા માંગતો નોહતો, આવનારી તેમની યોજનાઓના ખુલાસા કરતા તેમણે કહ્યું કે, પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યો છું, વિચાર કરવા માટે મારી પાસે 2-3 વિકલ્પો છે. 

અશોક લેલેન્ડ કંપની છોડનારા આ પહેલા નિર્દેશક હશે કારણ કે આ પહેલાના એમડીઓ નિવૃત થયા હતા. દસારી 14 વર્ષ પહેલા મુખ્ય પરિચાલન અધિકારી તરીકે અશોક લેલેન્ડ કંપની સાથે જોડાયા હતા. અને સાત વર્ષ પહેલા તેમને ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું. હિન્દુજાએ કહ્યું કે દસારીએ કંપનીને તેના આધારે મજબૂત બનાવામાં વધારે મદદ મળી હતી. કંપનીએ કહ્યું કે તેની ઝડપ આગળ પણ ચાલતી રહશે અને તેના વિઝનમાં કોઇ પણ બદલાવ નહિ આવે. 

કંપનીના નફામાં થયો ઉછાળો 
કંપનીના લાભમાં ચાલુ વર્ષમાં બીજા ત્રિમાસિક ગાળામાં 37.49 ટકા વધીને 459.57 કરોડ રૂપિયા થયો હતો. આ પહેલા પાછલા નાણાકીય વર્ષેમાં કંપનીને સીધો નફો 334.25 કરોડ રૂપિયા હતો. જ્યારે સમીક્ષા અવધિમાં કંપનીની કામગીરી આવક 7,607.98 કરોડ રૂપિયા રહી હતી. જે પાછલા વર્ષ કરતા પણ 25.20 ટકા રહ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news