સૌથી પાવરફૂલ મહિલાઓની યાદીમાં સામેલ થઇ અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ભારતમાં સૌથી લોકપ્રિય અને વધુ કમાણી કરતી અભિનેત્રી પૈકીની એક છે.  અનુષ્કા શર્માની ગણતરી ના ફક્ત સૌથી લોકપ્રિય અને વધુ ફી વસુલનાર અભિનેત્રી થાય છે. પરંતુ દેશની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર કરનાર બિઝનેસ મેગેઝીન 'બિઝનેસ વર્લ્ડ' (BW Businessworld) ને અનુષ્કા શર્મા વિશે એવી ઘણી વાતો જાણવા મળી છે જે સામાન્ય નથી અને તે તેમને બીજા અલગ તારવે છે. 
સૌથી પાવરફૂલ મહિલાઓની યાદીમાં સામેલ થઇ અનુષ્કા શર્મા

નવી દિલ્હી: અનુષ્કા શર્મા ભારતમાં સૌથી લોકપ્રિય અને વધુ કમાણી કરતી અભિનેત્રી પૈકીની એક છે.  અનુષ્કા શર્માની ગણતરી ના ફક્ત સૌથી લોકપ્રિય અને વધુ ફી વસુલનાર અભિનેત્રી થાય છે. પરંતુ દેશની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર કરનાર બિઝનેસ મેગેઝીન 'બિઝનેસ વર્લ્ડ' (BW Businessworld) ને અનુષ્કા શર્મા વિશે એવી ઘણી વાતો જાણવા મળી છે જે સામાન્ય નથી અને તે તેમને બીજા અલગ તારવે છે. 

BW બિઝનેસવર્લ્ડ દ્વારા ભારતની સૌથી પ્રભાવશાળી મહિલાઓની વાર્ષિક આવૃત્તિમાં આ બેજોડ અભિનેત્રીની અન્ય ઘણી પ્રતિભા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. લિંગ સમાનતા અને પ્રાણીઓના હકો સાથે વિવિધ ચેરિટી અને પ્રવૃત્તિઓ સાથે સંકળાવવા સાથે શર્મા એક સહજ ઉદ્યોગ સાહસિક પણ છે.

બીડબલ્યુ બિઝનેસ વર્લ્ડે (BW Businessworld) તાજેતરમાં તેની સૌથી પ્રભાવશાળી મહિલાઓની વાર્ષિક આવૃત્તિમાં 42 મહિલા અગ્રણીઓને સામેલ કરવામાં આવી છે કે જેમણે અર્થતંત્ર અને સમાજ ઉપર સકારાત્મક અસર પાડી છે. આ વિશેષ ફીચરમાં વિવિધ ક્ષેત્રના મહિલાઓના જીવન ઉપર પ્રકાશ પાડે છે, જેઓ કોર્પોરેટ સેક્ટર, સરકાર, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આ એવાં અગ્રણીઓ છે કે જેમણે છેલ્લાં એક વર્ષમાં વિશેષ કરીને ભારતમાં બિઝનેસ અને આર્થિક ક્ષેત્રો ઉપર નોંધપાત્ર અસરો પેદા કરી છે.

અનુષ્કા શર્મા ઉપરાંત આ યાદીમાં દિપાલી ગોએન્કા સામેલ છે કે જેમણે વેલ્સ્પન ઇન્ડિયાનું નેતૃત્વ કરીને તેને નવી ઉંચાઇએ લઇ જવા ઉપરાંત ટકાઉપણાને પ્રોત્સાહન આપવા સાથે ઉદ્યોગમાં પરિવર્તન લાવ્યાં છે. પોતાની એસ્થેટિક સેન્સિબિલિટી માટે જાણીતા ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે. ભારતના સૌથી મોટા ફિમેડ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર પ્રાજક્તા કોલી કે જેઓ યુટ્યુબર ઉપર 4.9 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે તથા ઇન્સ્ટાગ્રામ ઉપર 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. એમએન્ડડે ડીલમાં નિપૂણતા ધરાવતા અને દેશના અગ્રણી કોર્પોરેટ એટર્ની તથા જાણીતા કોર્પોરેટ વકીલ ઝિયા મોદી પણ તેમાં સામેલ છે.

મેગેજીનાના આ અંકમાં તે મહિલાઓના આત્મવિશ્વાસનું સન્માન કરવામાં આવ્યું, જે ના ફક્ત સતત આગળ વધી રહી છે, પરંતુ નવી ઉંચાઇઓ પર પહોંચવા માટે તમામ પડકરોને પાર કરી રહી છે. એમઆઇડબલ્યુ (મોસ્ટ ઇન્ફ્યુઅન્સલ વુમન)માં સામેલ થવા સાથે આ મેગેઝિનમાં કોવિડ-19 અંગે પણ જાણકારી પ્રદાન કરાઇ છે. અગ્રણી લોકોએ આ મહામારીની આર્થિક અસરોનું વિશ્લેષણ કરવા માટે આ ફીચરમાં યોગદાન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news