જૈફ બેઝોસની સક્સેસ સ્ટોરી: McDonald's માં સફાઇની નોકરી છોડીને બનાવી દુનિયાની સૌથી કંપની

જૈફ બેઝોસની સક્સેસ સ્ટોરી: McDonald's માં સફાઇની નોકરી છોડીને બનાવી દુનિયાની સૌથી કંપની

દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) દુનિયાની સૌથી મોટી કંપની બની ગઇ છે. અમેઝોન (Amazon)એ બિલ ગેટ્સની કંપની માઇક્રોસોફ્ટ (Microsoft) પાછળ છોડી દેતાં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેઝોનનું માર્કેટ કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 797 અરબ ડોલરથી વધુ થઇ ગયું છે. જોકે અમેઝોનની આ સફળતાની સફર સરળ નથી. અમેઝોનના સંસ્થાપક જૈફ બેઝોસે પોતાના કેરિયરની શરૂઆત મેક્ડોનાલ્ડ્સ (McDonald's) માં સફાઇ કર્મચારીના રૂપમાં કરી હતી, અને તેમની લગન, મહેનત અને શિખવાની ઇચ્છાશક્તિ હતી, જેના લીધે આજે તે આ સ્થાન પર છે. તે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે અને કુલ સંપત્તિ 137 અરબ ડોલરથી વધુ છે .તેમની સફળતાથી આજે આખી દુનિયા હેરાન છે. પરંતુ તેની પાછળ સંઘર્ષની કહાણી પર કદાચ તમને વિશ્વાસ નહી થાય. 

મેક્ડોનાલ્ડ્સની શરૂઆત
જૈફ બેઝોસે 16 વર્ષની ઉંમરમાં મેક્ડોનાલ્ડ્સથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જૈફ બેઝોસે એકવાર જણાવ્યું હતું કે 'નોકરીનું મારું પહેલું અઠવાડિયું હતું, કેચઅપના પાંચ ગેલન રસોડામાં ખુલ્લા રહી ગયા હતા અને મોટી માત્રામાં કેચઅપ ઢળીને રસોડાની તિરાડોમાં જામી ગયો હતો. કારણ કે હું નવો હતો, તેમણે મને સફાઇનો સામાન આપ્યો અને કહ્યું- શરૂ થઇ જાવ. જોકે જૈફ બેઝોસ માટે મેક્ડોનાલ્ડ્સમાં કામ કરવાનો અનુભવ સારો રહ્યો. તે જણાવે છે કે તે મૈકડીની ઓટોમેટેડ સર્વિસના દિવાના હતા. તેનાથી તેમને કસ્ટમર સર્વિસ અને દબાણમાં કામ કરવાનો અનુભવ થયો, પરંતુ તેમણે એક સારા મેનેજરનું મહત્વ પણ સમજાયું.  

સફળતાનું રહસ્ય
તે કહે છે કે, ' તમે કોઈપણ નોકરીથી શીખી શકો છો, શરત એટલી છે કે તેને ગંભીરતાથી લો. ટીનએજર્સ તરીકે મૈક્ડીમાં કામ કરીને તમે ઘણુ બધું શીખી શકો છો. તમે જે સ્કૂલમાં શીખો છો, આ તેનાથી અલગ છે. તેના મહત્વને ઓછું ન આંકો. ત્યારબાદ જૈફ બેઝોસે કોમ્યુટર એન્જીનિયરિંગનો અભ્યાસ પુરો કર્યો અને બૈકર્સ ટ્રસ્ટ નામની કંપનીમાં કામ કરવા લાગ્યા.  

તે એક નવા બિઝનેસની શોધમાં હતા અને જલદી જ તેમને સમજાઇ ગયું કે આગામી સમય ઈ-કોમર્સનો છે. આમ એટલા માટે કારણ કે સમયના અભાવના લીધે લોકોને ખરીદીમાં થનાર સમસ્યાને જોઇ રહ્યા હતા અને તેમણે સમજી લીધું હતું કે ઈન્ટરનેટની મદદથી એક એવું પ્લેટફોર્મ તૈયાર કરી શકાય છે, જ્યાં લોકો સરળતાથી પોતાની જરૂરિયાતનો સામાન વ્યાજબી કિંમતે ખરીદી શકે. જૈફ બેઝોસે પોતાની નોકરી છોડીને અમેઝોનની શરૂઆત કરી અને આજે આ સ્થાન સુધી પહોંચ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news