Amazon ના ફાઉન્ડર Jeff Bezos છોડશે સીઈઓનું પદ, Space Flight Mission પર કરશે ફોકસ

દુનિયાના સૌથી અમીર અબજોપતિ અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ કંપનીના સીઈઓ પદને 5 જુલાઈએ છોડી દેશે. બેઝોસ હવે સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યા છે. જાણો તેની યોજના વિસ્તારથી.

Amazon ના ફાઉન્ડર Jeff Bezos છોડશે સીઈઓનું પદ, Space Flight Mission પર કરશે ફોકસ

નવી દિલ્હીઃ એક સાધારણ ઓનલાઇન બુકસ્ટોરના રૂપમાં એમેઝોન (Amazon) ની શરૂઆત કરી તેને શોપિંગની દુનિયાના સરતાજ બનાવનાર જેફ બેઝોસ  (Jeff Bezos) કંપનીના સીઈઓ પદેથી 5 જુલાઈએ રાજીનામુ આપવા જઈ રહ્યા છે. બેઝોસના સ્થાને હવે એન્ડી જેસી (Andy Jassy) એમેઝોનના સીઈઓ હશે. એન્ટી ક્લાઉડ કમ્પ્યૂટિંગ બિઝનેસનું સંચાલન કરી રહ્યાં હતા. 

પહેલા કરી હતી જાહેરાત
આશરે 30 વર્ષ સુધી સીઈઓ પદ પર રહી એમેઝોનને દુનિયાભરમાં ઓળખ અપાવ્યા બાદ બેઝોસ હવે કાર્યકારી અધ્યક્ષની નવી ભૂમિકા નિભાવશે. આ પહેલા બેઝોસે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યુ હતુ કે તે પોતાની કંપની બ્લૂ ઓરિજિન પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે એમેઝોનના સીઈઓનું પદ છોડવા ઈચ્છે છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jeff Bezos (@jeffbezos)

સ્પેસ ફ્લાઇટના મિશન પર ફોકસ
જેફ બેઝોસ ત્યારબાદ આગળ માટે યોજના બનાવી રહ્યા છે. બેઝોસ હવે પોતાના નવા સેક્ટર સ્પેસ ફ્લાઇટ (Space Flight) ના મિશન પર કામ કરી રહ્યા છે. તે પોતાની કંપની બ્લૂ ઓરિજિનની આ મહિને સંચાલિત થનારી પ્રથમ સ્પેસ ફ્લાઇટમાં સવાર પણ થશે. 

20 જુલાઈના અંતરિક્ષ માટે ઉડાન
બેઝોસે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કહ્યુ કે, તે તેના ભાઈ અને હરાજીના એક વિજેતા બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ અંતરિક્ષયાન પર સવાર થશે, જે 20 જુલાઈએ ઉડાન ભરવાનું છે. આ યાત્રા દરમિયાન ટેક્સાસથી અંતરિક્ષની સંક્ષિપ્ત યાત્રા કરવામાં આવશે. 20 જુલાઈએ અપોલો-11ના ચંદ્ર પર પહોંચવાની વર્ષગાંઠ પણ મનાવવામાં આવે છે. 

ધરતીને અંતરિક્ષથી જોવી છે
બેઝોસે ઇન્સ્ટાગ્રામ પર તે પણ કહ્યુ- ધરતીને અંતરિક્ષથી જોવી, તમને બદલી દે છે, આ ગ્રહથી પોતાના સંબંધોને બદલી દે છે. હું આ ઉડાનમાં સવાર થવા ઈચ્છુ છું, કારણ કે આ એક એવી વસ્તુ છે, જેને હું હંમેશાથી જીવનમાં કરવા ઈચ્છતો હતો. આ એક રોમાંચ છે. આ મારા માટે ખુબ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news