એર ઇન્ડિયામાં પ્રવાસ કરવાના હો તો ફરી ચેક કરી લો સામાનનું વજન, નહીંતર પસ્તાશો
એર ઇન્ડિયાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે
Trending Photos
નવી દિલ્હી : ટ્રેન પછી હવે સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાની ફ્લાઇટથી પ્રવાસ કરવાનું વધારે મોંઘું બનશે કારણ કે કંપનીએ બેગેજ ચાર્જ વધારી દીધો છે. હવે જો તમે એર ઇન્ડિયામાં પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારા સામાનનું વજન ફરી ચેક કરી લો કારણ કે જો વધારે વજન હશે તો વધારે પૈસા ચુકવવાની તૈયારી રાખવી પડશે. એર ઇન્ડિયાએ એક સરક્યુલર જાહેર કરીને વધારાના સામાન પર વધારે ચાર્જ વસુલ કરવાની જાહેરાત કરી છે. દેવામાં ડુબેલી કંપનીએ આ ચાર્જ 11 જૂનથી લાગુ પણ કરી દીધા છે.
એર ઇન્ડિયાએ ચાર્જમાં 100 રૂ. પ્રતિ કિલોનો વધારો કર્યો છે. પહેલાં આ ચાર્જ 400 રૂ. પ્રતિ કિલોના દરે વસુલ કરવામાં આવતો હતો પણ હવે એના 500 રૂ. ચાર્જ કરવામાં આવશે. એર ઇન્ડિયાએ ગયા અઠવાડિયે જ આ વાતની જાહેરાત કરી હતી. સરક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે ડોમેસ્ટિક સેક્ટરમાં વધારાના સામાનનો દર 11 જૂનથી બદલે પ્રતિ્ કિલો 400 રૂ.ના બદલે 500 રૂ. કરી દેવામાં આવ્યો છે. નવા દર એર ઇન્ડિયાની દરેક ફ્લાઇટ પર લાગુ પડશે. આ ચાર્જ પર ઇકોનોમી ક્લાસના પ્રવાસીએ 5 ટકા અને અન્યએ 12 ટકા જીએસટી પણ આપવો પડશે.
સામાન લઈ જવાની સીમાની વાત કરીએ તો એર ઇન્ડિયા બીજી વિમાન કંપની કરતા વધારે છૂટછાટ આપે છે. એર ઇન્ડિયામાં 25 કિલો સુધી સામાન લઈ જવાની છૂટ છે જ્યારે બીજી કંપની 15 કિલો કરતા વધારે સામાન લઈ જવા પર ચાર્જ કરે છે. હાલમાં રેલવેમાં પણ સીમા કરતા વધારે સામાન લઈ જવા પર પેનલ્ટી લાગુ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે