Budget 2021: ખેડૂતો માટે સારા સમાચાર, વધવાની છે PM Kisan Samman Nidhi ની રકમ!

નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં સમાન્ય બજેટ (Budget 2021-22) રજૂ કરશે. કોરોના મહામારી બાદ આવનારા આ બેજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. ત્યારે નાણા મંત્રી પણ ઈશારો કરી ચૂક્યા છે કે, આ વખતનું બજેટ સ્પેશિયલ હશે

Budget 2021: ખેડૂતો માટે સારા સમાચાર, વધવાની છે PM Kisan Samman Nidhi ની રકમ!

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં સમાન્ય બજેટ (Budget 2021-22) રજૂ કરશે. કોરોના મહામારી બાદ આવનારા આ બેજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. ત્યારે નાણા મંત્રી પણ ઈશારો કરી ચૂક્યા છે કે, આ વખતનું બજેટ સ્પેશિયલ હશે. આ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આ બેજટમાં કૃષિ ક્ષેત્ર માટે કંઇક ખાસ જાહેરાત થશે.

કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતની આશા
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રની મોદી સરકાર વ્યવસાય વર્ષ 2021-22 માટે કૃષિ લોનને (Agriculture Loan) 19 લાખ કરોડ રૂપિયા સુધી વધારી શકે છે. આંકડાની દ્રષ્ટિએ, આ વધારો આશરે 25 ટકા જેટલો થઈ શકે છે. અત્યાર સુધીમાં આ મર્યાદા 15 લાખ કરોડ હતી. જો આ પરિવર્તન થાય તો તે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ગણાશે.

PM Kisan સન્માન નિધિની રકમમાં વધારો
એટલું જ નહીં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) અંતર્ગત ખેડૂતોને વર્ષના 6000 રૂપિયા મળે છે, પરંતુ ખેડૂતોને લાગે છે કે, આવનારા સમયમાં દર 4 મહિને મળતી 2000 રૂપિયાનિ રકમ વધારી 3000 રૂપિયા થઈ જશે. યોજનાનો લાભ અત્યારે 11 કરોડ 50 લાખ ખેડૂતો ઉઠાવી રહ્યા છે, પરંતુ બદેટમાં આ રકમ વધવાની આશા છે. 

હપ્તો ન આવે તો Toll Free નંબર પર કરો વાત
જો તમે આ યોજનામાં રજિસ્ટર્ડ છો અને તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવ્યો નથી. તો ટોલ ફ્રી નંબર પર ફોન કરી વાત કરી શકો છો. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોની મદદ માટે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે. ખેડૂત પીએમ કિસાન હેલ્પલાઈન 155261 અથવા ટોલ ફ્રી 1800115526 નંબર પર ફોન કરી શકે છે. કિસાન મંત્રાલયના નંબર 011-23381092 પર પણ સંપર્ક કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news