Aadhaar Card New Rule: આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં મોટા ફેરફારો થયા! UIDAIએ આપી માહિતી
જોકે, આધાર કાર્ડ આજના સમયમાં જરૂરી દસ્તાવેજ બની ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. UIDAI એ ખુદ આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું છે કે કેવી રીતે તમે આધાર કાર્ડ બનાવી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: Aadhaar Card New Rule: આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, આધાર કાર્ડ આજના સમયમાં જરૂરી દસ્તાવેજ બની ગયું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. UIDAI એ ખુદ આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું છે કે કેવી રીતે તમે આધાર કાર્ડ બનાવી શકો છો. તો જાણો તેની પુરી પ્રોસેસ..
બદલાઈ ગયા આધાર કાર્ડના નિયમ
અત્રે નોંધનીય છે કે, બાલ આધાર, આધાર કાર્ડનો એક વાદળી રંગનો પ્રકાર છે, જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જાહેર (Baal Aadhaar Card Benefits) કરવામાં આવે છે. પરંતુ હવે નવા નિયમો હેઠળ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ બાયોમેટ્રિક ડિટેલની આવશ્યકતા રહેશે નહીં. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને આઈ સ્ક્રેન)ની જરૂરિયાતને ખતમ કરી નાંખવામાં આવી છે. જ્યારે, બાળકોની ઉંમર પાંચ વર્ષ થયા પછી ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની આવશ્યકતા રહેશે.
જરૂરી ડોક્યૂમેન્ટ્સ
જરૂરી દસ્તાવેજોમાં પાસપોર્ટ, પેન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાઈસેન્સ, નરેગા જોબ કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. સરનામાના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તેવા દસ્તાવેજોમાં પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ/પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
આવી રીતે બનાવો બાળકોનું બાલ આધાર
1. બાલ આધાર બનાવવા માટે સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જાવ.
2. હવે અહીં આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
3. હવે તેમાં જરૂરી ડિટેલ, જેમ કે બાળકનું નામ અને અને બાયોમેટ્રિક જાણકારી ભરો.
4. હવે વસ્તી વિષયક વિગતો દાખલ કરો, જેમ કે રહેઠાણનું સરનામું, વિસ્તાર, રાજ્ય અને સબમિટ કરો.
5. આધાર કાર્ડ માટે રજિસ્ટ્રેશન નિર્ધારિત કરવા માટે 'એપાઈમેન્ટ' વિકલ્પ પર ક્લિક કરો.
6. નજીકના નોંધણી કેન્દ્ર પસંદ કરો, તમારી એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો અને ફાળવેલ તારીખે મુલાકાત લો.
એનરોલમેન્ટ સેન્ટર પર બનશે આધાર
નોંધણી કેન્દ્ર પર ઓળખનો પુરાવો (POI), સરનામાનો પુરાવો (POA), સંબંધનો પુરાવો (POR) અને જન્મ તારીખ (DOB) દસ્તાવેજો જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખો. કેન્દ્રમાં હાજર આધાર અધિકારી દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરાવો. જો તમારું બાળક પાંચ વર્ષથી ઉપરનું હોય તો બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે. પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક ડેટાની જરૂર રહેશે નહીં, માત્ર ડેમોગ્રાફિક ડેટા અને ચહેરાની ઓળખની જરૂર પડશે.
90 દિવસમાં આવી જશે બાલ આધાર
આ પ્રક્રિયા પછી માતાપિતાને તેમની અરજીની પ્રક્રિયાને ટ્રેક કરવા માટે એક એકનોલેજમેન્ટ નંબર મળશે. ત્યારબાદ 60 દિવસમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS આવશે. બાલ આધાર કાર્ડ 90 દિવસમાં તમારા ધરે પહોંચી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે