Success Story: આત્મ નિર્ભરનું ઉત્તમ ઉદાહરણ છે નણંદ-ભાભીનું સ્ટાર્ટઅપ, બેંકની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ

Inspirational Startup Story: અમે તમને જણાવી દઈએ કે એમબીએ કરનાર કાજલ સોની લગ્ન પહેલા બેંકમાં નોકરી કરતા હતા, પરંતુ લગ્ન થયા બાદ જ્યારે બાળકો આવ્યા ત્યારે તેને નોકરી છોડી દીધી હતી 
 

Success Story: આત્મ નિર્ભરનું ઉત્તમ ઉદાહરણ છે નણંદ-ભાભીનું સ્ટાર્ટઅપ, બેંકની નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ

National Startup Day 2024: એમબીએ ડિગ્રી ધરાવતી નણંદ પોતાની ભાભી સાથે મળી આત્મનિર્ભર બનવા માટે હાલ યુટ્યુબ પરથી ચીઝ કેક બનાવવાની રીત શીખીને હાલ સ્ટાર્ટ અપ કર્યું છે અને હાલ સુરતના આરટીઓ નજીક તેઓ અલગ અલગ વેરાઈટીના ચીઝ કેક વેચી રહ્યા છે જેને જોઈ લોકોના મોઢામાં પાણી આવી જશે.

મહિલાઓ કઈ રીતે પરિવાર અને બાળકો માટે સમય કાઢી પોતાને આત્મ નિર્ભર બનાવવા માટે વિચારી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નણંદ ભાભીએ બતાવ્યું છે.

એમબીએ ડિગ્રી ધરાવનાર લોકો શાનદાર નોકરી કરતા હોય છે. પરંતુ સુરતની કાજલ સોની પોતાની ભાભી નિશા નવસારીવાળા સાથે મળીને હાલ સુરત આરટીઓ નજીક ફૂટપાથ પર અલગ અલગ પ્રકારના ચીઝ કેક વેચી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.   

લોકો વિચારતા હશે કે એમબીએ કર્યા બાદ શા માટે ચીઝ કેક બનાવીને તેઓ ફૂટપાથ વેચી રહ્યાં રહ્યા હશે? અમે તમને જણાવી દઈએ કે એમબીએ કરનાર કાજલ સોની લગ્ન પહેલા બેંકમાં નોકરી કરતા હતા, પરંતુ લગ્ન થયા બાદ જ્યારે બાળકો આવ્યા ત્યારે તેને નોકરી છોડી દીધી હતી અને પોતાનો સંપૂર્ણ સમય પરિવાર અને બાળકોને આપતી હતી. 

હવે કાજલે આત્મનિર્ભર થવાનું વિચાર્યું અને તેમની મદદ માટે તેની ભાભી સાથે આવી ભાભીએ યુટ્યુબ પર જોઈ અલગ અલગ પ્રકારે કઈ રીતે ચીઝ કેક બનાવી શકાય તેની શરૂઆત કરી બંને બાળકોને પણ સભાળે છે અને ઘરની સાથો સાથ દિવસ દરમિયાન ચીઝ કેક બનાવી સાંજે તેનું વેચાણ સુરતમાં આરટીઓ પાલ ખાતે કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news