કેન્દ્રીય કર્મચારીઓને લાગશે છપ્પરફાડ લોટરી! જુલાઈ 2023થી 1,20,000 રૂપિયા વધશે પગાર, જાણો કઈ રીતે?
7th Pay Commission latest news: સરકાર સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓ (Central government employees)ના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં વધારાની જાહેરાત કરી શકે છે. આ વધારો જુલાઈ 2023થી લાગૂ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પગારમાં મોટો વધારો થઈ શકે છે. તેનો ફાયદો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે. સરકાર સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. આ વધારો જુલાઈ 2023થી લાગૂ થશે. જાન્યુઆરીથી જૂન 2023ના AICPI આંકડાથી જુલાઈ 2023થી ડીએમાં વધારો થાય છે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.
46% પહોંચી શકે છે DA
લેબર બ્યૂરો પ્રમાણે જૂન 2023માં AICPI-IW નો આંકડો 136.4 પર છે. આ પ્રમાણે કુલ મોંઘવારી ભથ્થું 4 ટકા વધી 46.24% પહોંચી શકે છે. તેવામાં કર્મચારીઓનું ડીએ 42 ટકાથી વધી 46 ટકા થઈ શકે છે. તેની જાહેરાત કેન્દ્રીય કેબિનેટ કરશે. સૂત્રો પ્રમાણે 27 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે.
90 હજાર રૂપિયા સુધી વધી જશે પગાર
એક્સપર્ટ્સ પ્રમાણે 7th Pay Commission હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા DA નો વધારો થાય છે તો આ તેના માટે મોટી રાહત હોઈ શકે છે. જો કોઈ કર્મચારીની બેસિક સેલેરી 30 હજાર રૂપિયા મહિને છે તો તેની સેલેરીમાં 1200 રૂપિયાનો વધારો થશે. વાર્ષિક આધાર પર તેની ગ્રોસ સેલેરી 14,400 રૂપિયા વધી જશે. કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓના પગારમાં 10 હજાર રૂપિયાનો વધારો થશે. કેબિનેટ સચિવ સ્તર પર બેસિક સેલેરી સૌથી વધુ 250,000 રૂપિયા મહિને હોય છે. તેવામાં તેના વાર્ષિક ડીએમાં 1,20,000 રૂપિયાનો વધારો થશે.
7th Pay Commission: મોંઘવારી ભથ્થાના ઈન્ડેક્સમાં તેજી
હકીકતમાં છેલ્લા બે મહિનામાં મોંઘવારી સતત વધી છે. જુલાઈમાં AICPI નો આંકડો વધુ રહ્યો છે. પરંતુ તેની ગણતરી પાછલા મોંઘવારી ભથ્થામાં થશે નહીં. પરંતુ AICPI ઈન્ડેક્સમાં સતત વધારો જોવા મળ્યો છે. તેથી અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવો નક્કી છે. એક્સપર્ટ પણ માની રહ્યાં છે કે DA 4% વધશે. 7th Pay Commission હેઠળ મોંઘવારી ભથ્થું એવા પૈસા છે, જે સરકારી કર્મચારીઓને તેની જીવનશૈલીના સ્તરને સારૂ બનાવવા માટે આપવામાં આવે છે.
7th Pay Commission: 6 મહિનામાં રિવાઇઝ થાય છે DA?
ડિયરનેસ એલાઉન્સ સરકારી કર્મચારીઓ, પેન્શનધારકો અને પબ્લિક સેક્ટરના કર્મચારીઓને આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે કે મોંઘવારી વધ્યા બાદ પણ કર્મચારીઓને પોતાનું જીવન જીવવામાં કોઈ મુશ્કેલી ન થાય. સામાન્ય રીતે તેને છ મહિનામાં રિવાઇઝ કરવામાં આવે છે, પરંતુ સરકાર પોલિસી પ્રમાણે તેની જાહેરાત કરે છે. જાહેરાત ગમે ત્યારે થાય પરંતુ ડીએમાં વધારો જાન્યુઆરી અને જુલાઈથી લાગૂ થાય છે.
કયા ફોર્મ્યૂલાથી વધે છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થાની ગણના બેસિક સેલેરી પર થાય છે. તેની એક ફોર્મ્યૂલા નક્કી છે, જે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (consumer price index (CPI))થી નક્કી થાય છે. મોંઘવારી ભથ્થાના ટકા = છેલ્લા 12 મહિનાના CPIનો એવરેજ- 115.76. હવે જેટલા આવશે તેને 115.76 સાથે ભાગવામાં આવશે. જે અંક આવશે, તેને 100થી ગુણા કરી દેવાશે.
નોટઃ ઉપર આપવામાં આવેલી ગણતરી અનુમાન તરીકે આપવામાં આવી છે. બીજા ભથ્થા જોડવાથી પગારમાં અંતર સંભવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે