BIG NEWS: પેટ્રોલ-ડીઝલમાં મળી મોટી રાહત, પેટ્રોલ 10.76 રૂપિયા થયું સસ્તુ
હાલ ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભવમાં ઘટાડો અને ડોલરની તુલનામાં રૂપિયો મજબૂત થતાં ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.
Trending Photos
ચૂંટણીના પરિણામોના બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઇ રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે. આજે એટલે કે બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો નોંધાયો નહી. ગઇકાલે એટલે કે મંગળવારે ચૂંટણીના પરિણામોના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવએ રેકોર્ડ તોડ્યો હતો. નવેમ્બર અને ડીસેમ્બર મહિનો લોકો માટે રાહતભર્યો રહ્યો છે. હાલ ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભવમાં ઘટાડો અને ડોલરની તુલનામાં રૂપિયો મજબૂત થતાં ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ગઇકાલે એટલે કે મંગળવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો હતો તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ 15 પૈસાનો ઘટાડો થયો હતો. આજે કોઇપણ જાતના ફેરફાર વિના પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત છે. આજે મંગળવાર વાળા જ ભાવ લાગૂ રહેશે.
નોઇડામાં 11 ડિસેમ્બરના રોજ એક લીટર પેટ્રોલનો ભાવ 72.67 રૂપિયા અને ડીઝલનો ભાવ 70.17 રૂપિયા થઇ ગયો છે, જ્યારે 4 ઓક્ટોબરના રોજ યૂપીમાં પેટ્રોલનો ભાવ 83.43 રૂપિયા હતો. ડીઝલનો ભાવ 75.45 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી તરફ માર્કેટના વિશેષજ્ઞોનું કહેવું છે કે દરરોજ પ્રમાણે ભાવમાં ફેરફારથી ગ્રાહકોને નુકસાન થઇ રહ્યું છે. 16 જૂન 2017 પહેલાં 15 દિવસમાં એકવાર ઓઇલ કંપનીઓ ભાવમાં ફેરફાર કરતી હતી. જો હાલ દરરોજ કંપનીઓ પ્રાઇઝ રિવાઇસ કરવામાં આવે છે.
ઓક્ટોબરમાં પેટ્રોલ પોતાના બધા રેકોર્ડ તોડતાં 89.83 અને ડીઝલ 79.53 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું હતું. આ ભાવ 4 ઓક્ટોબરના સામે આવ્યા છે. ત્યારબાદ કેંદ્વ તથા ઓઇલ કંપનીઓ દ્વારા ભાવ ઘટાડા માટે પગલાં ભરવામાં આવ્યા. કેંદ્ર સરકાર દ્વારા ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો. સાથે જ કંપનીઓને ભાવ ઘટાડાના નિર્દેશ કરવામાં આવ્યા હતા. ત્યારબદ 30 નવેમ્બરના રોજ પેટ્રોલ 13.84 ઘટીને 75.99 રૂપિયા અને ડીઝલ 10.46 રૂપિયા ઘટીને 69.07 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું. વિદેશી હુંડિયામણ બજારમાં રૂપિપો અમેરિકન ડોલરની તુલનામાં મજબૂત થઇને 69.17 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો હતો. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે રૂપિયાની મજબૂતીથી ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત થવાની આશા વધી ગઇ છે.
11 ડિસેમ્બર સુધી આટલો થયો ઘટાડો
4 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 84 રૂપિયા અને ડીઝલના ભાવ 75.45 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. ઓક્ટોબરથી આજસુધી વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 10.74 પૈસાનો ઘટાડો થઇ ચૂક્યો છે.
પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ (12 ડિસેમ્બર)
દેશની રાજધાની દિલ્હીમાં આજે બુધવારે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલ 70.20 પ્રતિ લીટરના દરે વેચાશે. તો બીજી તરફ કલકત્તામાં પણ પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાર બાદ આજે પેટ્રોલના ભાવ 72.78 રૂપિયા પ્રતિ લીટર જ રહેશે. આર્થિક રાજધાની મુંબઇ અને ચેન્નઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે આ બંને શહેરોમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.80 અને 72.82 રૂપિયા પ્રતિ લીટર છે.
લોકસભાની ચૂંટણી પહેલાં વધશે ભાવ
2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના સંકેત સરકાર માટે એક આંચકો માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડા બાદ કેંદ્વ સરકારે પણ પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને રાહત આપી હતી. કેંદ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રાજ્ય સરકારો પાસે પણ 2.5 રૂપિયાનો ઘટાડો કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 5 રૂપિયા સુધી ઓછા કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે