ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર; આ એક કારણથી ભાવમાં થશે મોટો ઘટાડો!

AGRICULTURE NEWS: આ વર્ષે કમોસમી વરસાદ છતાં ગુજરાતમાં જીરું અને વરિયાળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS)નો અંદાજ છે કે આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થઈ જશે. જેના કારણે ખેડૂતોને સારી આવક થશે. જીરુંના ઉત્પાદનમાં એશિયામાં નંબર વન ગુજરાત છે. 

ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર; આ એક કારણથી ભાવમાં થશે મોટો ઘટાડો!

CULTIVATION OF CUMIN: આ વર્ષે કમોસમી વરસાદ છતાં ગુજરાતમાં જીરું અને વરિયાળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ખેડૂતોએ મોટા વિસ્તારમાં જીરું અને વરિયાળીની ખેતી કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS)નો અંદાજ છે કે આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થઈ જશે. જેના કારણે ખેડૂતોને સારી આવક થશે. જો કે, FISSનું કહેવું છે કે ગુજરાતમાં ઉગાડવામાં આવતા મસાલા પાકોમાં ધાણાનું ઉત્પાદન ઘટી શકે છે. ધાણા ગયા વર્ષની સરખામણીમાં 44 ટકા ઘટીને 1.58 લાખ ટન રહેવાનો અંદાજ છે. જીરુંનું સૌથી મોટુ માર્કેટ ઊંંઝામાં છે. હાલમાં જીરુંના નીચા ભાવ વચ્ચે ખેડૂતોને આશા છે કે ભાવમાં વધારો થશે. ઉત્તર ગુજરાતમાં જીરું અને વરિયાળીનું વ્યાપક વાવેતર થાય છે. 

શું છે જીરાના ભાવ?
જીરાના વેપારીઓના મતે આ વર્ષે ગુજરાતમાં જીરાના વાવેતર વિસ્તારમાં 100 ટકાથી વધુનો વધારો થવાની ધારણા છે. જીરુંના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુંનું ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે. નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે. હાલમાં ભાવ 20 કિલો દીઠ રૂ. 5,000ની આસપાસ છે, પરંતુ ખાસ કરીને રાજસ્થાનથી નવી પેદાશોના આગમનથી ભાવમાં ઘટાડો થશે.

નિયંત્રણમાં રહેશે ભાવ 
FISSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઊંચા ભાવને કારણે ખેડૂતો આ વર્ષે જીરું તરફ વળ્યા છે. કારણ કે આ વર્ષે બમ્પર પાકની અપેક્ષા છે. હવામાનમાં થોડી વધઘટ છતાં ભાવ નિયંત્રણમાં રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન 2023માં 1.28 લાખ મેટ્રિક ટનથી બમણું થઈને 2024માં 2.54 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. FISS અનુસાર, આ વર્ષે આ મસાલા પાકની માંગ 85 લાખ 55 કિલોગ્રામ બેગ સુધી પહોંચવાની આશા છે. હાલમાં જીરાની નિકાસ માંગ વધુ છે અને તે જૂન સુધી ચાલુ રહેવાની ધારણા છે. તેનાથી જીરાના ભાવમાં વધારો થશે.

ચીન છે જીરુંનો મુખ્ય ખરીદદાર 
એગ્રીકલ્ચર કોમોડિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીન જીરુંનું મોટું ખરીદદાર રહ્યું છે. આ વર્ષે ચીને ઉત્પાદનના સારા સ્તરની જાણ કરી છે અને આમ ચીનમાં જીરાની નિકાસ ઓછી રહેવાની શક્યતા છે. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને કિંમતો પર અસર થશે અને અમે પ્રમાણમાં ઓછા ભાવ જોશું. આ વર્ષે પરિસ્થિતિ ગયા વર્ષ કરતાં અલગ છે, જ્યારે ઉત્પાદન અંદાજ અને વાસ્તવિક ઉપજ વચ્ચે મોટો તફાવત હતો. આનું કારણ ગુજરાત અને રાજસ્થાનમાં અનેક કમોસમી વરસાદ હતો, ખાસ કરીને જ્યારે પાક ખેતરોમાં હતો.

જીરુંનું સૌથી વધુ વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, એ જ રીતે ગુજરાતમાં મેથીનું ઉત્પાદન 24,620 ટન જેટલું થશે, જે ગયા વર્ષની સરખામણીમાં 28 ટકા ઓછું છે. જ્યારે, જાણકારો કહે છે કે જીરુંનું સૌથી વધુ વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. આ જ કારણ છે કે આ બંને રાજ્યો વિશ્વમાં જીરાના એકમાત્ર મોટા સપ્લાયર બની ગયા છે. કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં સીરિયા અને તુર્કીમાંથી ઉત્પાદન અને નિકાસમાં ભારે ઘટાડો થયો છે. FISSના પ્રારંભિક પાક અનુમાન મુજબ આ બે રાજ્યોમાં જીરુંનું ઉત્પાદન 70 ટકા વધ્યું છે, જે ગયા વર્ષના 3.3 લાખ મેટ્રિક ટનથી વધીને આ સિઝનમાં 5.6 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news