દક્ષિણ કોરિયા : મોટેલમાં રોકાવા માટે ન આપ્યો રૂમ તો ગુસ્સે થઈને લગાવી આગ, 5ના મોત

આરોપી ડિલીવરી બોયનું કામ કરે છે અને તેની વય 53 વર્ષની આસપાસ છે

દક્ષિણ કોરિયા : મોટેલમાં રોકાવા માટે ન આપ્યો રૂમ તો ગુસ્સે થઈને લગાવી આગ, 5ના મોત

નવી દિલ્હી : દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં એક મોટેલમાં આગ લાગતા પાંચ વ્યકિત્ઓના મૃત્યુ થઈ ગયા છે. આ ઘટનામાં 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. આ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલામાં પોલીસે આગ લગાવનાર વ્યક્તિને ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી વ્યક્તિએ ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી ડિલીવરી બોયનું કામ કરે છે અને તેની વય 53 વર્ષની આસપાસ છે. 

હોટલમાં ન મળ્યો રૂમ તો લગાવી આગ
મળતી માહિતી પ્રમાણે આરોપી બે માળની મોટેલમાં રૂમ લેવા ગયો હતો પણ તે નશામાં ધુત હતો. આ સંજોગોમાં મોટેલના કર્મચારીઓએ રૂમ આુપવાની ના પાડી દીધી હતી. આ મામલે કર્મચારી તેમજ આરોપી વચ્ચે લાંબો સમય તકરાર થઈ હતી અને આરોપી ઘટનાસ્થળથી રવાના થઈ ગયો હતો. 

પેટ્રોલ નાખીને લગાવી આગ
આ ઘટનાને નજરે જોનાર વ્યક્તિએ માહિતી આપી છે કે રૂમ ન મળવાથી નારાજ વ્યક્તિ ઝઘડા પછી મોટેલમાંથી ચાલ્યો ગયો હતો. તે પાસેના સર્વિસ સ્ટેશનથી ઓછામાં ઓછું 10 લિટર પેટ્રોલ લાવ્યો હતો. તેણે આ પેટ્રોલ ગ્રાઉન્ડ ફ્લોર પર નાખ્યું અને આગ લગાવી દીધી. આ આગ મોટેલમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ ઘટના વિશે પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી અને તેમણે માંડમાંડ આગ કંટ્રોલમાં લીધી. આ ઘટનામાં પાંચના મોત થયા છે અને ચાર લોકોને બચાવી લેવાયા છે. જોકે જે લોકોને બચાવાયા છે તેમની હાલત બહુ ગંભીર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news