અબુધાબીમાં બની રહેલા હિન્દુ મંદિરનું PM મોદી કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયતો

રામ મંદિર અયોધ્યા

22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેની રાહ લોકો લાંબા સમયથી જોઈ રહ્યાં છે.

અબુધાબી

અયોધ્યા બાદ અબુધાબીમાં બની રહેલા એક હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે.

આ મંદિર 27 એકરમાં બની રહ્યું છે. આ હિન્દુ મંદિર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે.

સૌથી મોટુ મંદિર

અબુધાબીનું આ પ્રથમ સૌથી મોટું હિન્દુ મંદિર હશે જે પરંપરાગત રીતે બનાવવામાં આવી રહ્યું છે.

ક્યાં સુધી બની જશે?

અબુધાબીનું આ હિન્દુ મંદિર આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી સુધી બનીને તૈયાર થઈ જશે.

2015માં શરૂ થઈ હતી ચર્ચા

2015માં જ્યારે પીએમ મોદી યુએઈના પ્રવાસે ગયા હતા, તે સમયે સરકારે મંદિર માટે જમીન ઉપલબ્ધ કરાવી હતી.

કેટલો ખર્ચ?

27 એકરમાં બની રહેલા વિશાળ હિન્દુ મંદિર બનાવવામાં 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ આવશે.

ક્યારે ખુલશે મંદિર

14 ફેબ્રુઆરીએ આ મંદિર સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવશે. જ્યારથી લોકો દર્શન કરી શકશે.

આ હશે સુવિધાઓ

આ મંદિર દિલ્હીના અક્ષરધામની જેમ બનાવવામાં આવશે. તેમાં પ્રાર્થના હોલ, પ્રદર્શની હોલ અને ફૂડ કોર્ટ પણ હશે.