Sachin Tendulkar: સચિન તેંડુલકરના એવા 10 રેકોર્ડ જે કદાચ જ તુટી શકે કોઈથી

સચિન તેંડુલકર

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કર્યા છે. 24 વર્ષમાં તેણે 34,357 રન કર્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી લગાવી સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવ્યો છે.

ટેસ્ટ ક્રિકેટ

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં કોઈ 14,000 સુધી પણ પહોંચ્યું નથી.

200 ટેસ્ટ મેચ

સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું અને 40 વર્ષ સુધી મેચ રમી હતી જેમાં તેણે 200 ટેસ્ટ મેચ રમી છે.

વન ડે મેચ

સચિન તેંડુલકરે સૌથી વધુ વન ડે મેચ રમવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 463 વન ડે મેચ રમ્યા છે.

પ્લેયર ઓફ ધ મેચ

સચિન તેંડુલકરે તેના કરિયરમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ ખિતાબ જીત્યો છે. તેણે 62 વખત આ એવોર્ડ જીત્યો છે.

સૌથી વધુ 13492 રન

ટેસ્ટ મેચોમાં નંબર 4 પર બેટિંગ કરી સૌથી વધુ 13492 રન બનાવવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરનો છે.

સૌથી વધુ શતક

સચિન તેંડુલકરના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 51 શતક લગાવવાનો પણ રેકોર્ડ છે.

વર્લ્ડ કપ

સચિન તેંડુલકરે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે 2278 રન બનાવ્યા છે.

50+ સ્કોર

સચિન તેંડુલકરના નામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર કરવાનો રેકોર્ડ પણ છે