જે ધોની 14 વર્ષમાં ન કરી શક્યો તે ઋતુરાજે કરી દેખાડ્યું

મુરલી વિજય

ગાયકવાડ ચેન્નઈ તરફથી સૌથી વધુ સદી ફટકારનાર બેટરથી એક ડગલું દૂર છે. તેણે મુરલી વિજયની બરોબરી કરી છે.

શેન વોટસન

આ બંને સિવાય શેન વોટ્સન પણ એવો બેટર છે જેણે ચેન્નઈ માટે બે સદી ફટકારી છે.

બન્યો નંબર-1

ચેન્નઈ તરફથી કેપ્ટન તરીકે સદી ફટકારનાર ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ખેલાડી બની ગયો છે.

એમએસ ધોની

14 વર્ષ સુધી ચેન્નઈની કમાન સંભાળનાર ધોનીએ સદી ફટકારી નથી. તેનો સર્વાધિક સ્કોર 84 રન અણનમ છે.

પાર્ટનરશિપ

શિવમ દુબે અને ગાયકવાડ વચ્ચે 104 રનની ભાગીદારી જોવા મળી. આ ચેન્નઈ તરફથી ત્રીજી સૌથી સફળ ભાગીદારી છે.

શિવમ દુબે

લખનૌ વિરુદ્ધ શિવમ દુબેએ પણ ધમાકેદાર બેટિંગ કરતા 27 બોલમાં 66 રન ફટકાર્યા હતા.