IPL માં હજુ સુધી ફ્લોપ છે આ ક્રિકેટર, સસરા છે CBI ડાયરેક્ટર

આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદનું મિક્સ પ્રદર્શન જોવા મળ્યું છે. તેણે પાંચમાંથી ત્રણ મેચ જીતી છે.

ઓપનર બેટર મયંક અગ્રવાલ પણ SRH ટીમનો એક ભાગ છે. જો કે અત્યાર સુધી તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

મયંકે આઈપીએલની હાલની સીઝનમાં કુલ 3 મેચ રમી છે અને 19.66નીની એવરેજથી 59 રન કર્યા છે.

મયંક અગ્રવાલ પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. મયંકના પત્નીનું નામ આશિતા સૂદ છે.

મયંક અગ્રવાલે આશિતા સૂદ સાથે જૂન 2018માં લગ્ન કર્યા હતા. આશિતા વ્યવસાયે વકીલ છે.

સ્કૂલના દિવસોથી જ મયંક અને આશિતા સારા મિત્રો હતા. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

આશિતા સૂદના પિતા પ્રવીણ સૂદ CBI ના હાલના ડાયરેક્ટર છે. પ્રવીણ સૂદ કર્ણાટકના ડીજીપી પણ રહી ચૂક્યા છે.

પ્રવીણ સૂદને મે 2023માં CBI ના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2 વર્ષનો છે.

33 વર્ષના મયંક અગ્રવાલે ભારત માટે 21 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. ટેસ્ટ મેચમાં મયંકે 41.33ની સરેરાશથી 1488 રન કર્યા છે.

મયંકે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદી અને 6 અડધી સદી ફટકારી છે. વનડે ઈન્ટરનેશનલમાં મયંકના નામે 17.20ની એવરેજથી 86 રન નોંધાયેલા છે.

મયંકે આઈપીએલમાં અત્યાર સુધીમાં 126 મેચ રમી છે. જેમાં તેણે 22.89ની સરેરશથી 2656 રન કર્યા. આ દરમિયાન એક સદી અને 13 અડધી સદી કરી.