રિટાર્યડમેન્ટ બાદ ફરવા નીકળી પડ્યો આ ગુજરાતી ક્રિકેટર

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે

જાડેજાની લાઈફ સ્ટાઈલ ખુબ જ અનોખી છે. મોંઘી કાર, બાઈક નહિ પરંતુ તેને ઘોડાઓનો શોખ છે

હાલ રવિન્દ્ર જાડેજા ટુર પર નીકળ્યો હોય તેવુ લાગે છે

રવિન્દ્ર જાડેજા ટુરની તસવીરો સતત સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે

આજે જાડેજા આશરે 120 કરોડની સંપત્તિના માલિક છે. આજે તેની પાસે કરોડો રૂપિયા, આલિશાન ઘર, મોંઘી કાર અને અન્ય વસ્તુઓની કોઈ ખોટ નથી

જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે 2009માં ડેબ્યુ કર્યું હતુ. તેની સંપત્તિમાં સૌથી કિંમતી છે તેનું જામનગરમાં આવેલું ઘર

જોકે, પિતા સિક્યુરિટી ગાર્ડ અને માતા નર્સ, ગરીબીમાં વિત્યુ બાળપણ, આજે કરોડોના માલિક છે આ દિગ્ગજ ક્રિકેટર

સૌરાષ્ટ્રમાં જન્મેલા રવિન્દ્ર જાડેજા આજે રાજા જેવી જિંદગી જીવે છે. તેની પત્ની રિવાબા ધારાસભ્ય છે