1. બ્રાયન લારા (400 રન) વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત ઇનિંગ્સ રમવાનો વર્લ્ડ રેકોર્ડ છે. બ્રાયન લારાએ 2004માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ઈનિંગમાં અણનમ 400 રન બનાવ્યા હતા.
2. મેથ્યુ હેડન (380 રન) ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર મેથ્યુ હેડને 2003માં પર્થ ખાતે ઝિમ્બાબ્વે સામે 380 રનની ઐતિહાસિક ટેસ્ટ ઇનિંગ રમી હતી.
3. બ્રાયન લારા (375 રન) વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ વર્ષ 1994માં ઈંગ્લેન્ડ સામે સેન્ટ જોન્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 375 રન બનાવ્યા હતા.
4. મહેલા જયવર્ધને (374 રન) શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધનેએ 2006માં દક્ષિણ આફ્રિકા સામે કોલંબોમાં રમાયેલી ટેસ્ટ મેચની ઈનિંગમાં 374 રન બનાવ્યા હતા.
6. લેન હટન (364 રન) ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન લેન હટને 1938માં ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 364 રનની ઐતિહાસિક ટેસ્ટ ઇનિંગ રમી હતી.
7. સનથ જયસૂર્યા (340 રન) શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન સનથ જયસૂર્યાએ વર્ષ 119માં ભારત સામે કોલંબોમાં રમાયેલી એક ટેસ્ટ મેચમાં 340 રનની ઐતિહાસિક ટેસ્ટ ઈનિંગ રમી હતી.
8. હનીફ મોહમ્મદ (337 રન) પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન હનીફ મોહમ્મદે વર્ષ 1958માં વેસ્ટ ઈન્ડિઝ સામે બ્રિજટાઉનમાં રમાયેલ ટેસ્ટ મેચમાં 337 રનની ઐતિહાસિક ટેસ્ટ ઈનિંગ રમી હતી.
9. વોલી હેમન્ડ (336 રન) ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન વોલી હેમન્ડે 1933માં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 336 અણનમ રનની ઐતિહાસિક ટેસ્ટ ઇનિંગ રમી હતી.
10. ડેવિડ વોર્નર (335 રન) ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે 2019માં એડિલેડના ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે 335 અણનમ રનની ઐતિહાસિક ટેસ્ટ ઇનિંગ રમી હતી.