આ વખતે દેવ દિવાળી 15 નવેમ્બર, શુક્રવારના રોજ છે. દેવ દિવાળીને દેવ દીપાવલી પણ કહેવાય છે
હિન્દુ પંચાંગ અનુસાર, કાર્તિક માસની પૂર્ણિમા તિથિએ દેવ દિવાળી ઉજવાય છે. આ દિવસે દેવી દેવતાઓને પ્રસન્ન કરવાથી ફાયદો થાય છે
આ વખતે દેવ દિવાળી બહુ જ ખાસ છે. કારણ કે, આ સમયે શનિ કુંભમાં માર્ગી થશે અને ગુરુ આ સમયે વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં હશે
આવામાં બે મોટા ગ્રહ દેવ દિવાળી પર પોતાની ચાલ બદલવાના છે, જેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર સારો થશે
દેવ દિવઆળી પર શનિ અને ગુરુની બદલતી ચાલ મેષ રાશિવાળાને લાભ કરાવશે. ખર્ચા પર નિયંત્રણ કરવાનો રહેશે. આર્થિક કાર્યોમાં પરિણામ સારું મળશે. ફાયદો થશે
દેવ દિવાળી પર વૃષભવાળાઓના મતભેદ દૂર થશે. આવકમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે. ખરાબ સમય સમાપ્ત થશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકશો.
દેવ દિવાળીએ કર્કવાળાની તમામ મુશ્કેલી દૂર થશે. કાર્યોમાં સફળતા મળશે. ધંધામાં ફાયદો થશે. કરિયરમાં પ્રગતિ થશે. દાંપત્ય જીવન સારું રહેશે
મકરવાળા પર ભગવાનની કૃપા થશે. આ સમય વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે. ધંધાદરી વ્યક્તિઓનું નસીબ ચમકશે. નોકરાવાળા માટે સારો સમય છે