હિન્દુ ધર્મમાં ઘણા રીતિ-રિવાજ હોય છે. કોઈ તહેવારમાં દિવસભર નિર્જલા વ્રત હોય છે, તો કોઈમાં માત્ર ફળ ખાઈ શકાય છે.
જેમ એકાદશી પર ચોખા ખાવાની મનાઈ હોય છે, આ રીતે કેટલાક તહેવારોમાં રોટલી ન ખાવી જોઈએ. આવો જાણીએ કયાં તહેવારમાં રોટલી ન ખાવી જોઈએ?
હિંદુ ધર્મમાં શરદ પૂનમને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમ માનવામાં આવે છે કે આ દિવસે આકાશમાંથી અમૃત વરસે છે.
આ દિવસે ચાંદની રોશનીમાં ખીર બનાવી ખાવામાં આવે છે. આગામી સવારે અમૃતવાળી ખીર બધા લોકો પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે.
શ્રાવણ મહિનામાં નાગ પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પણ ઘરે રોટલી બનાવવામાં આવતી નથી.
આ દિવસે પૂરી અને હલવો ખાવો શુભ હોય છે. તેમ માનવામાં આવે છે કે આ દિવસે તવાને નાગની ફેણના પ્રતિરૂપમાં જોવામાં આવે છે.
માતા લક્ષ્મી સાથે જોડાયેલા બધા પર્મ જેમ કે દીવાળી વગેરેમાં રોટલી બનાવવામાં આવતી નથી. આ દિવસે સાત્વિક ભોજન જેમ કે- પૂરી, હલવો, મિઠાઈ બનાવવામાં આવે છે.
ચૈત્ર મહિનામાં શીતળા અષ્ટમી ઉજવવામાં આવે છે. આ શુભ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે.
આ દિવસે વાસી ભોજનનો ભોગ લગાવવો અને ખાવાની પરંપરા છે. રોટલી અને ભોજન બંને બનાવવાની મનાઈ હોય છે.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા અને ધાર્મિક દ્રષ્ટિ આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.