ઘરના મુખ્ય દ્વાર પર મોરપંખ લગાવવું શુભ છે. તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.
ગણેશજીની મૂર્તિ સાથે 3 મોરપંખ મુખ્યદ્વાર પર લગાવી શકાય છે.
આર્થિક લાભ માટે મોરપંખ લઈ મંદિરમાં શ્રીકૃષ્ણના મુકુટ પર લગાવી દો. 40 દિવસ પછી તેને લાવી તિજોરીમાં રાખી દો.
ગ્રહોનો અશુભ પ્રભાવ દુર કરવા મોરપંખ પર 21 વખત તે ગ્રહનો મંત્ર બોલી પાણી છાંટો.
નવજાત બાળકને ખરાબ નજરથી બચાવવા ચાંદીના તાવીજમાં મોરપંખ પહેરાવો.
કાલસર્પ દોષ દુર કરવા માટે મોરપંખને હંમેશા સાથે રાખો.
અગ્નિ ખૂણામાં મોરપંખ લગાવવાથી વાસ્તુ દોષ દુર થાય છે. ઈશાન ખૂણામાં કૃષ્ણ ભગવાનની ફોટો સાથે મોરપંખ લગાવો.
શત્રુ દોષ દુર કરવા મોરપંખ પર હનુમાનજીના મસ્તક પરથી સિંદુર લગાવી પાણીમાં પ્રવાહિત કરી દો.
આ ઉપાય શનિવાર અને મંગળવારે સવારે કરવો શ્રેષ્ઠ રહે છે.