Vastu Tips: આ પાંચ વસ્તુઓ કોઈ પાસેથી મફતમાં ન લેવી, લેશો તો ઘરમાં વધશે ગરીબી

વાસ્તુશાસ્ત્ર

નજીકના લોકો એકબીજાને કેટલીક વસ્તુઓ આપતા અને લેતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓને ફ્રીમાં લેવાની મનાઈ હોય છે

આર્થિક સ્થિતિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ કોઈ પાસેથી મફતમાં લેવામાં આવે તો તેની અસર ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ રીતે થાય છે.

મીઠું

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ સાથે હોય છે. મીઠું ક્યારેય કોઈ પાસેથી માંગવું નહીં. કોઈ આપે તો પણ મીઠું લેવું નહીં.

રૂમાલ

જો કોઈનો રૂમાલ તમે લઈ લો છો તો તેની સાથેના સંબંધો ખરાબ થાય છે. તેથી કોઈનો રૂમાલ પણ લેવો જોઈએ નહીં

સોય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉપયોગ કરવા માટે પણ કોઈની સોય માંગવી નહીં. કોઈ પાસેથી લીધેલી સોય પ્રેમ સંબંધોને ખરાબ કરે છે.

લોઢાની વસ્તુ

લોઢાનો સંબંધ પણ શનિદેવ સાથે હોય છે. કોઈ પાસેથી દાનમાં લોઢાની વસ્તુ લેવી જોઈએ નહીં તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

તેલ

તેલ પણ એવી વસ્તુ છે જેને કોઈ પાસેથી મફતમાં લેવી નહીં. શનિ સંબંધિત તેલ કોઈ પાસેથી લેવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે.