હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન દીવો પ્રજવલિત કરવાનું વિશેષ મહત્વ છે.
ઘણા ઘરમાં ઘી સાથે તેલનો દીવો કરવામાં આવે છે. દીવો કરવા માટે અલગ અલગ પ્રકારના તેલનો ઉપયોગ થાય છે.
પરંતુ માતા લક્ષ્મીને સૌથી પ્રિય અળસીના તેલનો દીવો છે. જે ઘરમાં આ તેલનો દીવો થતો હોય ત્યાં સુખ સમૃદ્ધિ સતત વધે છે.
અળસીના તેલનો દીવો કરવાથી ધનપ્રાપ્તિના નવા-નવા રસ્તા ખુલે છે અને આવકમાં સતત વધારો થતો રહે છે.
અળસીના તેલનો દીવો કરવાથી રાહુ અને કેતુના દોષથી પણ મુક્તિ મળી જાય છે.
અળસીના તેલનો દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેથી શનિવારના દિવસે ખાસ આ દીવો કરવો.
ઘરમાં અળસીના તેલનો દીવો કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.