Dry Skin: શિયાળામાં લોશનને બદલે વાપરો આ 8 માંથી કોઈ 1 તેલ, ત્વચા ફાટશે નહીં અને સુંદર પણ બનશે

શિયાળા

શિયાળો આવે એટલે લોકોની સ્કિન સંબંધિત સમસ્યા વધી જાય છે. ખાસ તો શિયાળામાં ત્વચા વધારે ફાટે છે.

તેલ વાપરો

શિયાળામાં ઉપયોગ કરવાને બદલે તમે કેટલાક તેલ વાપરો છો તો વધારે ફાયદો થાય છે.

8 તેલ

આજે તમને 8 એવા તેલ વિશે જણાવીએ જેને ત્વચા પર લગાડશો તો ત્વચા એકદમ ચમકતી રહેશે અને ફાટશે પણ નહીં.

નાળિયેર તેલ

નાળિયેર તેલ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે તેને લગાડવાથી ત્વચા સુંદર બને છે.

બદામનું તેલ

બદામનું તેલ પણ સરળતાથી મળી જાય છે તે ત્વચાને સુંદર પણ બનાવે છે અને મોઈશ્ચર જાળવે છે.

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાથી પણ ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે.

એરંડિયાનું તેલ

શિયાળામાં એરંડિયાનું તેલ પણ ફાયદો કરે છે. તેનાથી ત્વચા મોઈશ્ચરાઈઝ રહે છે.

તલનું તેલ

તલનું તેલ અંદરથી પોષણ આપે છે અને ત્વચાને ફાટતી અટકાવે છે.

સરસવનું તેલ

સરસવનું તેલ શિયાળામાં સૌથી વધુ ફાયદો કરે છે તેનાથી ત્વચાને પોષણ મળે છે.

ગુલાબનું તેલ

ગુલાબનું તેલ ત્વચા પર લગાડવાથી ત્વચા સુંદર અને સોફ્ટ બને છે.

નીલગીરીનું તેલ

નીલગીરીનું તેલ ત્વચાની ડ્રાઇનેસ દૂર કરે છે અને સ્કીનમાં નિખાર લાવે છે.