દુનિયામાં સૌથી પહેલા કોણે બનાવી હતી પાણીપુરી, જાણો

પાણીપુરી

ભારતના કોઈપણ શહેરમાં તમે રહેતા હોવ, ત્યાં પાણીપુરી જરૂર મળી જશે.

તમારા શહેરમાં ભલે તેનું બીજું નામ હોય પરંતુ પાણીપુરી જરૂર મળતી હશે.

ચાલો આજે જાણીએ પાણીપુરી પહેલીવાર કોણે બનાવી હતી.

પાણીપુરી પ્રથમવાર બનાવવાની વાત કરીએ તો તેના તાર મહાભારતના સમયથી જોડાઈ છે.

પરંતુ તેના કોઈ મજબૂત પુરાવા નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેને પહેલીવાર દ્રૌપદીએ બનાવી હતી.

પૌરાણિક કહાનીઓ અનુસાર દ્રૌપદી સાસરે આવવા પર કુંતીએ તેની પરીક્ષા લેવા એક કામ આપ્યું.

કહેવામાં આવે છે કે ત્યારબાદ દ્રૌપદીએ શાકભાજી અને લોટથી એક એવી વસ્તુ બનાવી જે સ્વાદિષ્ટ પણ હતી અને તેનાથી બધાનું પેટ ભરાઈ ગયું.

મહાભારત સિવાય પાણીપુરીનો સંબંધ મગધથી પણ જોડવામાં આવે છે.

કહેવામાં આવે છે કે પાણીપુરીને પ્રથમવાર મગધમાં ફુલ્કી કહેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ, બિહાર અને ઘણા રાજ્યોમાં પાણીપુરીને ફુલ્કી પણ કહેવામાં આવે છે.