ઉત્તર ભારતમાં હવામાન બદલાઈ રહ્યું છે. આવનારા થોડા સમયમાં ઠંડીની શરૂઆત થઈ જશે.
તેવામાં જો તમે કોઈ ટ્રિપ પ્લાન કરી રહ્યાં છો તો ભારતની આ જગ્યા પર જવાનું ન ભૂલો.
કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. શિયાળામાં ગુલમર્ગ ફરવા ઘણા લોકો આવે છે. અહીં સુંદર પહાડ અને અદ્ભુત નજારો જોવા મળશે.
હિમાચલની રાજધાની શિમલા પ્રવાસીઓ માટે ખાસ ડેસ્ટિનેશન છે. અહીં તમે બરફથી ઢંકાયેલા પહાડો જોઈ શકશો.
ઔલી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ગીરીમાળાઓ પર સ્થિત છે. અહીંનો નજારો શિયાળામાં જોવાલાયક હોય છે.
કેરલમાં આવેલું વાયનાડ નેચર લવર્સ માટે પરફેક્ટ જગ્યા છે. અહીં તમને શાંતિનો અનુભવ થશે.
હિમાચલ પ્રદેશની સુંદરતા કમાલની છે. તેવામાં ઠંડીની મજા લેવી હોય તો તમે ડલહૌજીની ટ્રિપ પ્લાન કરી શકો છો.
ચંબા ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં સ્થિત છે. તે મસૂરીથી 60 કિમી દૂર છે. અહીંના શાંત પહાડો પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
પૂર્વી હિમાલયમાં વસેલા તવંગની સુંદરતી શિયાળામાં વધી જાય છે. તમે અહીં ઠંડીમાં બર્ફવર્ષાની મજા માણી શકો છો.